કુદરતી હાજતે ગયેલા બે છાત્રોના ભેખડ નીચે દબાઇ જતાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકાના સુથારપુરાની પ્રાથમિક શાળામાં ભણતા બે છાત્રોના કુદરતી હાજત દરમિયાન ભેખડની માટી ઘસી પડતાં દબાઇ જવાથી મોત થયાં છે. શુક્રવારે બપોરના સમયે ઘટનામાં એક છાત્રનો બચાવ થતાં તેની પૂછપરછમાં આખી ઘટના સામે આવી હતી. રાતના સમયે માટી હટાવી બંનેના મૃતદેહ બહાર કઢાયા હતાં અને શનિવારે પોલીસને જાણ કર્યા સિવાય જ અંતિમવિધિ કરી નાંખવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત સ્થળની વિગતો અનુસાર સુથારપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં સુમિત વિજય વસાવા (ઉ.વ 10), સર્જન શિવા વસાવા (ઉ.વ 11) અને ગોવિંદ મંગા વસાવાનાઓ ગામની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલીત પ્રાથમિક શાળામાં રોજીંદા ક્રમ પ્રમાણે સવારે શાળાએ ગયા હતાં. શાળામાં બપોરની રીસેસ દરમ્યાન ભોજન લીધા બાદ શાળાની બહાર આશરે 500 મીટર દુર આવેલ અવાવરૂ કોતરવાળી જગ્યાએ

...અનુસંધાન પાના નં.2

કુદરતી હાજતે ગયા હતાં. અચાનક ભેખડની માટી ધસી પડતાં ત્રણેય વિદ્યાર્થીઓ માટી નીચે દબાય ગયા હતા પરંતુ સદનસીબે ગોવિંદ મંગા વસાવા માટીમાંથી બહાર નીકળી ગયો હતો જયારે સુમિત અને સર્જન માટીમાં દટાઇ ગયાં હતાં. ગોવિંદ વસાવા ગભરાઇ ગયો હતો અને ત્યાંથી ઘર તરફ જતો રહયો હતો અને બીકના માર્યે આ ઘટનાની કોઇને જાણ કરી ન હતી. બીજી તરફ સુમિત અને સર્જન ઘરે પરત નહી ફરતા તેના વાલીઓએ તેમની શોઘખોળ કરી હતી.

પરંતુ મોડી રાત સુધી નહી મળતા તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પુછપરછ કરતાં ગોવિંદે ઘટનાની જાણ કરી હતી. ગામ લોકોએ ભેખડની માટી હટાવતા સુમિત અને સર્જન મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. સુમિત અને સર્જનના અભણ તથા કાયદાથી અજાણ તેના વાલીઓઓએ પોલીસ મથકમાં જાણ કર્યા વગર તેમની અંતિમ વિધિઆજરોજ બપોરના સમયે કરી હતી. સમગ્ર ઘટનામાં વાંક કોને તે એક સવાલ બની ગયો છે.

રીસેશમાં 3 છાત્રો શાળાથી 500 મીટર દૂર અવાવરૂ સ્થળે ગયાં હતાં
સુથારપુરા ગામના બે છાત્રોના ભેખડ ધસી પડતાં દબાઇ જવાને કારણે મોત થયાં હતાં. તસવીર-મુકેશ શાહ

બંને ઘરે પરત ન આવતાં શોધખોળ બાદ સાંજે ઘટનાની ખબર પડી
બાળકોનો પરિવાર ચાંદલા વિધી માટે બહાર ગયો હતો
સર્જન વસાવા તથા સુમિત વસાવાના પરિવારજનો ચાંદલાની વિધિમાં હાજરી આપવા માટે અવિધા ગામમાં ગયાં હતાં. તેઓ સાંજે સાત વાગ્યાના અરસામાં સુથારપુરા ગામે પરત કર્યા બાદ બાળકોની શોધખોળ કરી હતી. અંતે બંને બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતાં.

સર્જન વસાવા એકનો એક પુત્ર હતો
સુથારપુરા ગામના વિદ્યાર્થીઓના ભેખડની માટી ઘસવાની ઘટનામાં મૃતક સર્જન વસાવા પરિવારમાં એકનો એક પુત્ર હતો અન્ય કોઇ બહેન કે ભાઇ પણ નથી. જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોલીસને જાણ કર્યા સિવાય જ બંને મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દેવાયાં
શાળાના આચાર્ય અને શિક્ષકનું ઘટના સંદર્ભમાં ભેદી મૌન
સુથારપુરા ગામની શાળામાં બે શિક્ષકો ફરજ બજાવે છે. જેમાં આચાર્ય રાજેશ રજવાડી અને શિક્ષિકા રીટાબેનનો સમાવેશ થવા જાય છે. રાજેશ રજવાડી શાળાની મીંટીગ અર્થે બહાર ગયા હતાં.ઘટના બાદ તેમનો મોબાઇલ નંબર સંર્પક બહાર થઇ ગયો હતો અને શિક્ષિકા રીટાબેનનો સંપર્ક કરતા તેમણે રોંગ નંબર કહી ફોન કટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...