ઝઘડિયામાં ખેરના વૃક્ષો કાપીને લઇ જતા શખસો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝગડીયા વન વિભાગે ખેરના વૃક્ષો કાપી તેને ગેરકાયદેસર લઇ જવાતો એક ટેમ્પો મંગળવારે વહેલી સવારે ચાર રસ્તા પરથી ઝડપી પાડયો છે. 0.929 ઘનમીટર સારી ગુણવતાવાળુ તથા ૭૦ મણ જેટલુ જલાઉ લાકડુ જપ્ત કરાયું છે. ટેમ્પો ચાલક તથા કલીનરની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરાઇ છે. ટેમ્પો અને લાકડુ મળી 4.42 લાખ રૂા.નો મુદામાલ કબજે લેવાયો છે.

ઝગડીયાના એ.સી.એફ.એચ.એસ.પટેલ તથા વી.ઝેડ.તડવીને બાતમી મળી હતી કે રાજપીપળા તરફથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડાનો જથ્થો ભરી વાહન પસાર થઇ રહયુ છે. તેમણે ટીમ સાથે વહેલી સવારે સેવાસદનથી ચાર રસ્તા સુધી વોચ ગોઠવી હતી.

અમદાવાદ પાર્સીગના ટેમ્પાની તપાસ કરતા તેમાંથી મોટા જથ્થામાં ખેરના લાકડા જણાય આવ્યા હતાં. ટેમ્પા ચાલક મકસુદ ઇસ્માઇલ મીઠા તથા કલીનર મહંમદશફી અબ્દુલ અજીજ બન્ને રહે. રહેમાન નગર,ચીખોદરા ગોધરાને ઝડપી પાડી પ્રાથમિક પુછપરછ હાથ ઘરી છે. ટેમ્પા ચાલકે રાજપીપળા વિભાગ તરફથી આ ખેરના લાકડાનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યુ હતું. વનવિભાગ ખેરના લાકડાના કુલ ૯૭ નંગ અને ૭૦ મણ લાકડુ જલાઉ પ્રકારનું લાકડુ તથા ટેમપો મળી 4.42 લાખ રૂપિયા નો મુદૃામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...