વાઘપુરાથી રતનપોર વચ્ચ ટ્રક પલટી ગઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘપુરાથી રતનપોર વચ્ચ ટ્રક પલટી ગઈ

અંક્લેશ્વરથી રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફોર લેન રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ગઇકાલે રાત્રે ખાબકેલાં વરસાદને કારણે ઝઘડિયા તાલુકાના વાઘપુરાથી રતનપોર વચ્ચેના માર્ગનું ધોવાણ થયું હતું. જેને કારણે માર્ગ પર ટ્રક રસ્તો બેસી જવાને કારણે પલટી ગઇ હતી. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ હતી. પરંતુ પહેલાં વરસાદમાં કરોડોના ખર્ચે બની રહેલો માર્ગ બેસી જતાં માર્ગની કામગીરી સારી રીતે કરવામાં આવી હોવાની લાગણી સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી. તસવીર-મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...