તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાનાં શિક્ષકોની BLOની કામગીરીનો બહિષ્કારની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાવિધાનસભા મત વિસ્તારનાં ચૂંટણી અધિકારીઓ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરી કરતા શિક્ષકોને પોલીસ કાર્યવહી કરવાની ધમકી અપાતી હોવાની રાવ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષકો સાથેનું વર્તનમાં સુધારો કરી સમયસર ભથ્થા નહિ અપાઇ તો મતદાર યાદી સુધારણાની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

બુથ લેવલ અધિકારીની કામગીરી કરતા શિક્ષકોને ઝઘડિયાનાં ચૂંટણી અધિકારીઓ દ્વારા પોલીસ કાર્યવાહીની ધમકી સાથે કનડગત થઇ રહી હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે. જે અંગે ઝઘડિયા શિક્ષક સંઘે કલેકટરને ફરિયાદ કરી છે. જેમાં રોટેશન મુજબ કામગીરી સોપી ગત ચુંટણીનાં ભથ્થા વહેલી તકે ચુકવવામાં આવે. કેટલાક શિક્ષકોની નિવૃત્તિને 2 વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે. અશકત શિક્ષકને પણ મતદાર યાદી સુધારણાની કામગીરી સોપાઇ છે. બી.એલ.ઓ તરીકે જે કોઇ પણ કામગીરી કરવામાં આવે છે જેવી કે મોબાઇલ નંબર,ફોટો, નામ સરનામા,જાતિ ફેરફાર, ઉમર વિગેરે કામગીરી કરી ર્ફોમ જેતે કચેરી માં જમા કરાવેલ છે.

બીએલઓ એવા શિક્ષકો દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તો શિક્ષકો બી.એલ.ઓ. ની કામગીરી નહિ કરે

^જોજવાબદાર અઘિકારીઓ શિક્ષકો સાથેનુ વર્તન નહી સુઘારે અને કામગીરીનુ ભથ્થુ સમયસર નહિ આપે, તો આગામી દિવસોમાં પ્રાથમિક શિક્ષક સંઘના બી.એલ.ઓ તરીકે કામ કરતા શિક્ષકો કામગીરી નો બહિષ્કાર કરશે. >ઇશ્વર વસાવા,પ્રમુખ,પ્રા. શિક્ષકસંઘ, ઝઘડિયા

ઝઘડિયાનાં ચૂંટણી અધિકારીઓ ધમકી આપી રહ્યાંની રાવ

બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને પોલીસ કાર્યવાહીની ધમકી

અન્ય સમાચારો પણ છે...