• Gujarati News
  • ખરચી ગામેથી બાઇકની ઉઠાંતરી

ખરચી ગામેથી બાઇકની ઉઠાંતરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાનાફુલવાડી ગામે આંગણામાં પાર્ક કરવામાં આવેલી મોટરસાઇકલની ચોરી થઇ હોવાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવા પામી છે. ઝઘડિયા પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખરચી ગામના તળાવ ફળીયામાં રહેતા રામચંદ્ર મુળજીભાઈ વસાવાએ ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ તેઓ રાત્રે જમી પરવારી પોતાની બાઇક આંગણામાં લોક મારી પાર્ક કરી સુઈ ગયા હતાં. દરમિયાનમાં સવારે તેઓ વહેલા ઉઠયા હતા. ત્યારે પાર્ક કરેલી મોટરસાઇકલ જોવા મળી હતી. જેથી તેઓએ આજુબાજુ ગામમાં સઘન તપાસ હાથ ધરવામાં આવતામળી આવી હતી. આખરે ઝઘડિયા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.