ઉચેડિયા ગામેથી 40 હજારનો દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા તાલુકામાં આવેલાં ઉચેડિયા ગામે રહેતાં દિનેશ ચતુર વસાવાને ત્યાં દરોડો પાડ્યો હતો. અેલસીબીની ટીમને તેના ઘરેથી વિવિધ બ્રાન્ડની નાની-મોટી મળી કુલ 311 બોટલો મળી આવતાં પોલીસે કુલ 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન દિનેશ વસાવા તેના ઘરે હાજર નહીં મળતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...