• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jhagadia
  • અવિધા ગામમાં કાંસના દબાણો દૂર કરાયા છતાં પાણીનો ભરાવો યથાવત્

અવિધા ગામમાં કાંસના દબાણો દૂર કરાયા છતાં પાણીનો ભરાવો યથાવત્

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકાના અવિધા ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો હાલાકી વેઠી રહયાં છે. ભુંડવા ખાડીના પાણીમાં એસટી ફસાયા બાદ કાંસ પરના દબાણો દુર કરાયા છે પણ હજી પાણીનો ભરાવો યથાવત રહયો છે. ભારે વરસાદમાં રસ્તાઓ બંધ થઇ જતાં ગામમાં આવી શકાય તેવી પણ સ્થિતિ રહેતી નથી.

પહેલા રાઉન્ડમાં આવેલ વરસાદમાં પણ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જીલ્લા કલેકટરના આદેશથી ગામની ભાગોળ પર આવેલ ૧૭ જેટલી નાની મોટી દુકાન ગલ્લાના દબાણો દુર કરવામાં આવ્યા હતા પરંતુ ફકત દબાણો દુર કરવાથી ભાગોળ પર ભરાતા વરસાદી પાણીનો નિકાલ થવાનો નથી. તેના માટે ભાગોળ પર ભરાતા વરસાદી પાણીનો નિકાલ થવાનો નથી તેના માટે ભાગોળની આજુબાજુ અવરોઘરૂપ અડચણો પણ દુર કરવી જરૂરી છે. ગામમાં જવાના ત્રણ રસ્તા છે એક લીમોદરા ગામ રહીને ત્યાં પણ વરસાદ પડવાથી ખાડી ઓવરફોલો થાય છે ત્યાથી પણ ગાડી જઇ શકતી નથી.

બીજો રસ્તો રાજપારડી રહીને જયાં થોડાદિવસ પહેલા પડેલા વરસાદમાં બસ ફસાઇ હતી અને ૧૭ લોકોને બચાવી લેવાયાં હતાં. ત્યાં પણ રોડ પર પાણી ભરાય છે અને ત્રજો રસ્તો જયાં ઝગડીયા રાજપારડીનો જોડતો હાઇવે જયાં રેલ્વે ગરનાળું આવેલું છે. ત્યાં પણ પાણીનો ભરાવો થઇ જાય છે.

ઝઘડીયા તાલુકાના અવિધા ગામમાં વરસાદી પાણીનો ભરાવો થઇ રહયો છે. -મુકેશ શાહ

સારસામાં ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતાં હાલાકી
ભાસ્કર ન્યૂઝ | રાજપારડી

રાજપારડી નજીકના સારસા ગામે ધોરીમાર્ગ નજીકના રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી ગ્રામજનો અગવડ ભોગવી રહ્યા છે. ગરનાળાની એક તરફ ગામ અને બીજી તરફ ગામની મોટી વસ્તી ધરાવતી નવીવસાહત આવેલી હોવાથી લોકોએ ગરનાળામાંથી અવરજવર કરવી પડે છે. નાળામાં પાણી ભરાઇ રહેતા હોવાથી હવે તેમને ફેરાવો થઇ રહયો છે.

સારસા ગામે નાળામાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે.નવી વસાહતના નાના ભુલકાઓએ પણ ગામમાં આવેલી શાળાએ જવા આવવા માટે નાળામાંથી પસાર થવું પડે છે. ભારે વરસાદ હોય ત્યારે નાગરિકો અને વાહનો નાળામાંથી જઇ શકે તેમ ન હોઇ તેવી પરિસ્થિતિ સર્જાતી હોઇ વારંવાર આવી હાડમારી વેઠવાનો વારો આવે છે. નાળામાં ભરાતા વરસાદી પાણીના નીકાલ બાબતે આયોજન ની જરૂર હોવા છતાં તંત્ર કોઇ કામગીરી કરતુ નથી તેથી દર વર્ષે ચોમાસામાં વિકટ પરિસ્થિતિ ગ્રામજનો માટે સર્જાતી હોય છે. વહીવટીતંત્ર પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી ગામલોકો માંગ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...