તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપારડીમાં બે પુર્વ સરપંચ સહિત 10 જુગારી ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં આવેલી સરકારી કોન્ટ્રાકટરની અમી કન્સટ્રકશનની ઓફિસમાં શ્રાવણીયો જુગાર રમી રહેલા ઉમલ્લા અને ભાલોદના માજી સરપંચ સહિત 10 જુગારીને પોલીસે ઝડપી પાડયાં છે. તેમની પાસેથી ચાર વૈભવી કાર, એક લાખ રોકડા સહિત 25 લાખનો મુદામાલ કબજે લેવાયો છે.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ દારૂ અને જુગારની અસામાજીક પ્રવૃતિને ડામી દેવા માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. સ્વાતંત્રય પર્વના દીવસે ભરૂચ અને અંકલેશ્વરમાં ચાર સ્થળોએ દરોડા પાડી 46 જુગારીને 25 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતાં. શનિવારે રાત્રે રાજપારડીમાં નબીરાઓની જુગારની મહેફીલ પર પોલીસ ત્રાટકી હતી.

રાજપારડી ગામે આવેલી અમી કન્સ્ટ્રક્શન નામની દુકાનમાં કેટલાંક માલેતુજારો શ્રાવણિયો જુગાર રમી રહ્યાં હોવાની ચોક્કસ બાતમી રાજપારડી પોલીસને મળી હતી. જેના આધારે પીએસઆઇ જે. બી. જાદવે તેમની ટીમ સાથે દુકાન પર દરોડો પાડતાં શ્રાવણિયો જુગાર રમતાં જુગારિયાઓમાં દોડધામ મચી હતી.

જોકે પોલીસે પોતાની દુકાનમાં જુગાર રમાડતાં સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ ચલાવતાં દિનેશ અવલસિંગ રાવત તેમજ બે પુર્વ સરપંચ સહિત 10 જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગારિયાઓની અંગઝડતીના તેમજ દાવ પર લાગેલાં કુલ 1 લાખ રૂપિયા સહિત 12 મોબાઇલ, 3 બાઇક તેમજ 4 કાર મળી કુલ 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ જુગારિયાઓની ધરપકડ કરી તેમની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં દારૂ તથા જુગારની અસામાજીક પ્રવૃતિ પર પોલીસની તવાઇ
રાજપારડીમાં પાડેલા દરોડામાં જુગારીઓ પાસેથી 4 વૈભવી કાર, 1 લાખ રોકડ સહિત 25 લાખનો મુદામાલ કબજે લેવાયો છે. તસવીર-મુકેશ શાહ

જુગારિયાઓને બચાવવા રાજકારણીઓ દોડી આવ્યાં
રાજપારડી પોલીસે અમી કન્સ્ટ્રક્શન નામની દુકાનમાં રેડ પાડી 10 નામી જુગારિયાઓની ધરપકડ કરતાં પંથકમાં ભારે ઉહાપો થયો હતો. જુગારિયાઓને છોડવવા માટે કેટલાંક રાજકિય આગેવાનો પોલીસ સ્ટેશને દોડી આવ્યાં હતાં. મોડી રાત્રી સુધી પોલીસ આ મામલામાં ફરિયાદ ન નોંધે કે પછી કેટલાંકના નામ કમી કરાવવા માટેના પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી.

એક લાખ રોકડા, ચાર વૈભવી કાર અને ત્રણ બાઇક સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાદીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ વધુ સક્રિય બની
બે સપ્તાહ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં જુગારનો મોટો અડ્ડો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે 19 જુગારીયાઓને 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. આ ઘટનામાં અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભરૂચ પોલીસ જુગારના અડ્ડાઓ ઉપર સખતાઈથી કાર્યવાહી કરી રહી છે.

જુગારીયાઓમાં ઉમલ્લા અને ભાલોદના માજી સરપંચો હોવાથી રાજકીય માહોલ ગરમાયો
ઝડપાયેલાં આરોપીઓ
દિનેશ અવલસિંગ રાવત (સરકારી કોન્ટ્રાક્ટર ) - રાજપારડી

રમેશ અવલસિંગ રાવત - રાજપારડી

કિરણસિંહ નારસિંહ કેશરોલા - રાજપારડી

રવિન્દ્ર મહેન્દ્ર રાઠવા - રાજપારડી

હેમંત મફત પાદરિયા - રાજપારડી

જિજ્ઞેશ મફત પાદરિયા - રાજપારડી

ઇન્દ્રજીતસિંહ ધુળસિંહ કેશરોલા - રાજપારડી

સપન વિરેન્દ્ર પટેલ - રાજપારડી

દિનેશ સોમા વસાવા (માજી સરપંચ) - ઉમલ્લા

રમેશ ઝીણા માછી (માજી સરપંચ) - ભાલોદ

કઇ કઇ કાર ઝડપાઇ
મહિન્દ્રા એક્સયુવી એક્સક્રોસ વેગન આર ક્રેટા

અન્ય સમાચારો પણ છે...