તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટિવાને ટક્કર મારનાર જિ. પં.ના પ્રમુખનાે પુત્ર જેલ ભેગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાજંબુસર રોડ પર એક્ટિવા ચાલકને પોતાના કારથી ટક્કર મારી ફરાર થઇ ગયેલા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલના પુત્ર અક્ષય પટેલને પકડી પાડી જેલ ભેગો કરેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા જંબુસર રોડ પર ડીસા રેસ્ટોરન્ટ પાસે ડભોઇ રહેતાં ઇશ્વરભાઇ પ્રજાપતિ તેમના પત્ની અને પુત્રી શનિવારની રાત્રીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પાદરા આવ્યા હતાં. લગ્નપ્રસંગ પતાવીને રાત્રે એક્ટીવા પર ડભાસા તરફ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન પાદરા જંબુસર રોડ પર કોંગ્રેસના જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલના પુત્ર અક્ષય પટેલે એક્ટિવાને ટક્કર મારી હતી. ત્રણેને ગંભીર ઇજાઓ થતાં વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન જ્યોત્સનાબેન પ્રજાપતિનું મોત થયું હતું. જેથી ઇશ્વરભાઇ પ્રકાશભાઇ પ્રજાપતિએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે 279, 304-અ, 337, 338 હીટ એન્ડ રન મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાદરા પીઆઇ ડીએમ વ્યાસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરી કાર ચાલક અકસ્માત કરી મોડી રાતના ફરાર થયો હતો. અને પોતાની કાર અકસ્માતના પગલે સાધી ગામે આવેલ મકાનમાં સંતાડી દીધી હતી.છેલ્લા બે દિવસથી ફરાર કાર ચાલક અક્ષય પટેલને પાદરા પોલીસે આજે પકડી પાડ્યો હતો. જ્યારે સંતાડી મુકેલ કાર ગઇકાલે પોલીસે સાધી ગામે જઇ ખેંચી લાવતાં સાધી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તે દરમિયાન અક્ષય પટેલ ઘરે મળ્યા હતાં પરંતુ અક્સમાત બાદ છેલ્લાં બે દિવસથી નાસતો ફરતો હતો. અક્ષય પટેલ આજે પોલીસના હાથમાં આવતાં પાદરાના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો હતો.

અક્ષય પટેલની ધરપકડથી પાદરાનું રાજકારણ ગરમાયું

પાદરા જંબુસર રોડ પર અકસ્માત બાદ ફરાર થયો હતો

અન્ય સમાચારો પણ છે...