તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંબુસર ખાતે સાતમા દિવસે શાહીઠાઠ સાથે શ્રીજી વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંબુસરનાનગરજનોનું સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ રવિવારે શ્રીજીને શાહીઠાઠ સાથે વિસર્જન યાત્રા કાઢી નગરજનોએ વિદાય આપી હતી.

જંબુસરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રવિવારે સાતમાં દિવસે શ્રીજીને ડીજે અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય કરાયાં હતા. ભૂત ફળિયામાં મહાઆરતી બાદ વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાવી મરાઠા સમાજે 111 માં વર્ષની ઉજવણી કરી હતી.

કોટ દરવાજાથી ગણેશજીની સવારીઓ એકત્ર થઇ સોની ચકલા, પઠાણી ભાગોળ, રાણા સ્ટ્રીટ, ઉપલીવાટ સહિ‌તના વિસ્તારોમાં ભ્રમણ કરી નાગેશ્વર તળાવ ખાતે પહોંચી હતી. ગણેશ વિસર્જનયાત્રામાં લેઝીમ અને અંગ કસરતના કરતબો કરી યુવાનોએ યાત્રાની શોભા વધારી હતી. વિસર્જનયાત્રાની શરૂઆત પૂર્વે કોટ દરવાજા ખાતે ધારાસભ્ય છત્રસિંહ મોરી, પાલિકા પ્રમુખ સમીર મલેક સહિત વિવિધ રાજકીય આગેવાનોએ એકત્ર થઇ યાત્રાનું સ્વાગત કર્યુ હતું.

ત્રણ સ્થળે માટીનાં સ્થાપિત શ્રીજીને પાલિકાએ પુરસ્કાર આપ્યો હતો. ભાગલીવાડ તથા ભૂત ફળિયાનાં શ્રીજી પ્રથમ અને બીજા નંબરે રહ્યાં હતા.

જંબુસરમાં સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું. તસવીર-પરેશપટેલ

ત્રણ સ્થળે સ્થાપન કરાયેલા માટીના શ્રીજીને પુરસ્કાર

આવતા વર્ષે પુન: પધારવાના ઇજન સાથે શ્રીજીને વિદાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો