તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરામાં દલીત સમાજ દ્વારા ચક્કાજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાસમઢીયાળામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના પાદરામાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યાં હતાં. મહિલાઓ પણ રણચંડી બની થાળી-વેલણ ખખડાવી ભારે સુત્રોચાર કર્યા હતા. ત્યારબાદ નગરના મુખ્ય માર્ગ પર રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું. ત્યાથી પાદરા-જંબુસર રોડ પર ચક્કાજામ કરતાં અડધો કલાક સુધી રસ્તો બંધ કરતાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં.

પાદરામાં ઉનાના ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે પાદરાના દલીત સમાજના ભાઈ-બહેનો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બીજા દિવસે પાદરાના દલિત સમાજના ભાઈ-બહેનો જુના એસ.ટી. ડેપો પાસેના ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે ભેગા મળી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓ રણચંડી બની થાળી-વેલણો ખખડાવી વિસ્તારને ગજવી મુકયો હતો. ત્યારબાદ પાદરા નગરના મુખ્ય માર્ગ પર રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી ભારે હોબાળા સાથે આવેદન આપ્યુ હતું.આવેદનપત્ર આપી દલીત સમાજના ભાઈ બહેનો પાદરા-જંબુસર રોડ પર માર્કેટ ચાર રસ્તા પહોંચ્યા હતાં. જયાં ભારે સુત્રોચ્ચાર સાથે દલીત સમાજના ભાઇ બહેનો રસ્તા પર સુઇ જઇ ચક્કાજામ કર્યો હતો. અડધો કલાક સુધી ટ્રાફીક જામ થતા વાહનોની લાંબી કતારો થઈ હતી. દલીત સમાજની બહેનો રણચંડી બની થા‌ળી-વેલણ સાથે રસ્તા ઉપર ઉતરી આવી રાજય સરકાર સામે રોષ ઠાલવી છાજીયા લીધા હતા.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કેઘ ગત તા.11/7/2016ના રોજ ઉના મોટા સામઢીયાળામાં દલીત પરિવારનો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. તે દરમ્યાન ગૌરક્ષના થી વધુ અસાજીકતત્વોએ ઈરાદા પૂર્વક દલીત સમાજ સાથે હેવાનીયત ભર્યું કૃત્ય કરેલ છે. સમગ્ર ઘટના પાછળ જે પણ મોટા માથાઓની સંડોવણી હોય તે તમામ સુધી દલીત સમાજને તંત્ર દ્વારા ન્યાય આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં રાજ્યના દલીત સમાજની મહિલાઓ તમામ આગેવાનો કાર્યકર્તાઓ રાજ્ય વ્યાપી જલદ આંદોલન કરવા માટે ચેતવણી આપી હતી.

રસ્તા પર લોક સુઇ જતાં અડધો કલાક સુધી ટ્રાફીક જામ : મહિલાઓએ થાળી-વેલણ વગાડી સરકાર સામે રોષ

ઉનાની ઘટનાના પાદરામાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યાં : દલીત સમાજના ભાઇ-બહેનોએ રેલી કાઢી સુત્રોચ્ચાર કર્યા

પાદરામાં ઉનાના સમઢીયાળામાં દલીત યુવાનો ઉપર અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો આજે બીજા દિવસે પડ્યા હતા. દલીત સમાજની બહેનો રણચંડી બની હતી. થાળી-વેલણ ખખડાવ્યા હતા. પાદરા-જંબુસર રોડ પર ચક્કાજામ કર્યો હતો. છાજીયા કુટી રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને રેલી સ્વરૂપે પહોંચીને પાદરા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. તસવીર-ચિંતનગાંધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો