તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારવણ ગામે કાર્યક્રમ પતાવીને પરત ફરી રહયાં હતાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલ નજીક વાહન ઉભું રાખવા બાબતે મામલો બિચકયો

જંબુસરમાં પોલીસકર્મીની દિવ્યાંગો સાથે અસભ્ય વર્તનની ફરિયાદ

કારવણખાતે દિવ્યાંગો માટે એક દિવ્યાંગ તરીકે નેતૃત્વ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ અને 2 રાત્રિનો કાર્યક્રમ પૂરો કરી 17મીના રોજ રાત્રે કારવણથી કરજણ થઈ દિવ્યાંગોને ઉતારતા ઉતારતા જંબુસર આવ્યા હતાં. જંબુસરની રેફરલ હોસ્પિટલમાં વાહન ઊભુ રાખી વાહનમાંથી અન્ય દિવ્યાંગોને ઉતારવામાં આવી રહયાં હતાં. તે સમયે રાજુ પટની નામનો પોલીસ કર્મચારી ત્યાં આવ્યો હતો અને ડ્રાયવર અને દિવ્યાંગ રોહિતભાઇ સાથે રકઝક કરવા લાગ્યો હતો.

તાપી ફાઉન્ડેશનના ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, હુ ફાઉન્ડેશન ચલાવુ છું અને લોકોને એક કાર્યક્રમમાંથી લઇને આવીએ છીએ. પોલીસ કર્મચારી રાજુ પટણીના વર્તનથી હેબતાઇ ગયેલાં સંચાલકો અને દિવ્યાંગોએ હોબાળો મચાવી પીઆઇને જાણ કરી હતી. પીઆઇ જી.આર.શર્મા ને જાણ થતા ચોકી પર આવી દિવ્યાંગો ને સમજાવી રવાના કરવામા આવ્યા હતાં. બાબતે રાજુ પટણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે અમને હોસ્પિટલ તરફથી આડેધડ પાર્કિંગની ફરિયાદો મળે છે જેના સંદર્ભમાં વાહન રોકવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો