તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંછનપુરા ગામે મહિસાગર નદીના ઉંડા પાણીમાં યુવક ગરકાવ થઈ ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં સાવલીના લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નાહવા પડેલ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જતાં યુવકને શોધવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી છે. મહિસાગરમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી એક યુવક ડુબી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સરફરાઝ મહમદભાઈ હલદરવા રહે. જંબુસર ઉ.વ.આશરે 23 ત્રણ મિત્રો સાથે નાહવા આવ્યા હતા. જોતજોતામાં ઉંડા પાણીમાં ડુબવા લાગતા સાથી મિત્રોએ બુમાબુમ કરતા ગ્રામજનો દોડી આવીને યુવકની શોધખોળ આદરી હતી. પાણી ડહોળુ હોવાથી મળતા પોલીસે શોધવા ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદ લીધી છે. લખાય છે ત્યાં સુધી યુવકની શોધખોળ ચાલુ છે કયાં પતો જડતો નથી. વડોદર જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં ઉપરવાસના વધુ વરસાદને કારણે પાણી વધારે આવતા સાવલીના લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નાહવા પડેલ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જતાં યુવકને શોધવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી છે. લાંછનપુરા ખાતે મહિસાગરમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી એક યુવક ડુબી ગયો છે.પોલીસે યુવકને શોધવા ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદ લીધી છે.

બુમાબુમ કરતા ગ્રામજનો દોડી આવીને યુવકની શોધખોળ આદરી હતી

લાપતા યુવકને શોધવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો