તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Jambusar
 • નાગેશ્વર તળાવમાં માટીનું ખોદકામ અટકાવી પાણી ભરી દેવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગેશ્વર તળાવમાં માટીનું ખોદકામ અટકાવી પાણી ભરી દેવામાં આવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંબુસરનાનાગેશ્વર તળાવમાંથી માટી ખોદી તેને વેચી મારવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જનતાદળ (યુ)ના કાર્યકરોએ એસડીએમ અને મામલતદારને લેખિતમાં રજૂઆત કર્યાં બાદ પાલિકાને ઉડુ કરવાની કામગીરી અટકાવી દઇ તેમાં પાણી ભરી દીધું છે.

જંબુસરમાં છેલ્લા બે વર્ષથી વરસાદ ઓછો વરસતાં નાગેશ્વર તળાવમાં પાણી ઓછા થઇ ગયાં છે અને તળાવ લગભગ સુકાઇ ગયું છે. જંબુસર શહેરની ગણેશ પ્રતિમાઓને તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે. ગણેશ વિસર્જન માટે અન્ય કોઇ વિકલ્પ નહિ મળતાં પાલિકા સત્તાધીશોએ તળાવને ઉંડુ કરવા માટે ઠરાવ કર્યો હતો. જે અંતર્ગત હાલ તળાવમાંથી માટી ખોદી તળાવને બોરના પાણીથી ભરવાની કામગીરી ચાલી રહી છે. તળાવના ખોદકામ દરમિયાન નીકળતી માટી વેચી નાંખવામાં આવતી હોવાની ફરિયાદ જનતાદળ (યુ)ના કાર્યકરોએ કરી છે.

તળાવમાંથી ખોદકામ બાદ માટી વેચી દેવામાં આવતી હોવાની ફરીયાદ ઉઠતાં પાલિકા સત્તાધીશોએ રાતોરાત ખોદકામની કામગીરી અટકાવી દઇ તેમાં પાણી ભરી દીધું છે. તળાવ ભરવાની કામગીરી દરમિયાન મોટર પાણીમાં ડુબી જતાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ શકયું છે. તળાવને પાણી ભરવા માટે પાલિકાએ ઠરાવ કર્યો હતો. તળાવ સુકુભઠ બની જતાં ગણેશ વિસર્જનની સમસ્યા ઉભી થઇ હતી. જંબુસરની આસપાસ આવેલાં ગામોએ પણ ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરી આપવાનો ઇન્કાર કર્યો હતો.

જંબુસરના નાગેશ્વર તળાવમાંથી માટી ચોરીની ફરિયાદ બાદ રાતોરાત પાણીથી ભરી દેવામાં આવ્યું છે. તસવીર-પરેશપટેલ

માટી અંગે તપાસ કરાશે

^તળાવમાંથીખોદકામ દરમિયાન નીકળેલી માટી શાળા તથા ધાર્મિક સ્થળોએ નાંખવામાં આવી છે. ખાનગી સ્થળોએ માટી નાંખવામાં આવી હશે તો તેની તપાસ કરવામાં આવશે. >રાહુલ ધોડીયા,મુખ્યઅધિકારી, જંબુસર નગરપાલીકા

ગણેશ વિસર્જનને અનુલક્ષી તળાવને ઉંડુ કરવામાં આવી રહયું હતું

જેડીયુના આગેવાનોએ માટી ચોરીના આક્ષેપ સાથે આવેદન આપ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો