જંબુસરમાં પડતર માંગણીઓ સંદર્ભમાં કર્મીઓની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરનગરપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નગરપાલિકા કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો, કર્મચારીઓને નિયમ મુજબ બઢતી આપવામાં આવે, કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવામાં આવેે, ખાલી જગ્યાઓ ઝડપથી પુરવામાં આવે, સમાન કામ સમાન વેતનની નીતીનો અમલ કરવામાં આવે તથા મુખ્ય અધિકારીને જે લાભો મળે છે તેવા લાભ કર્મચારીઓને પણ આપવામાં આવે સહીતની માંગણીઓ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવી છે.

જંબુસર નગરપાલિકા કર્મચારી મંડળના નેજા હેઠળ આવેદનપત્ર આપતી વેળા ઘનશ્યામ પટેલ, વિનુ રાઠવા, મુકેશ ચૌહાણ, ધનેશ પટેલ, હમીદ શેખ, જશવંત પટેલ, ભીખાભાઇ મહીડા, યુનુસ પઠાણ, સન્મુખ વસાવા, અજીજ મલેક, મહેશ પટેલ, મીનાક્ષીબેન પટેલ, માધવ મકવાણા અને ફારૂક મસાણી સહિતના કર્મચારીઓ હાજર રહયાં હતાં. 31મી ઓકટોબર સુધી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહિ આવે તો રાજયની તમામ નગરપાલિકાઓ ખાતે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

પડતર માંગણીઓના સંદર્ભમાં પાલિકા કર્મચારીઓએ આવેદન. તસવીર-પરેશપટેલ

કર્મચારી મંડળ દ્વારા સત્તાધીશોને અાવેદન

અન્ય સમાચારો પણ છે...