તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા નગરના આંબાવાડીમાં ગણેશ યાગનું આયોજન કરાયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરા-જંબુસરરોડ પર આવેલ પાદરાની આંબાવાડી સોસાયટીમાં આંબાવાડી યુવક મંડળ દ્વારા શુક્રવારે ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. દર્શનનો લાભ લીધો હતો.

પાદરા જંબુસર રોડ પર આવેલ પાદરાની આંબાવાડી સોસાયટીમાં યુવક મંડળ દ્વારા શુક્રવારે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના નવ જોડા બેસી પૂજા-અર્ચન કરેલ હતું. જેમાં 12 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચારેય વેદોના મંત્રો દ્વારા પૂજા-અર્ચન સાથે ગણેશ યાગ કરવામાં આવ્યું હતું. પ્રસંગે પાદરા નગર પાલિકાના પ્રમુ પરેશ ગાંધી, સંજય કૌશીકભાઈ દરજી, ગૌરી સોની તેમજ કાર્યકર સંતોષ પટેલ સહિત વેપારીઓ-અગ્રણીઓ અને સોસાયટીના ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાદરાની આંબાવાડી સોસાયટી યુવક મંડળ દ્વારા દર વર્ષે વિવિધ આયોજન કરવામાં આવતા હોય છે. જેમાં ગણેશ યાગનું આયોજન બાદ તા.10-9-2016ના રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંબાવાડી સોસાયટી દ્વારા યુવકો દ્વારા રક્તદાન શિબીરમાં ભાગ લઈ રક્તદાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો