વેજલપુરમાં કલ્યાણરાયજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

વેજલપુરમાં કલ્યાણરાયજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો
વેજલપુરમાં કલ્યાણરાયજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:56 AM IST
પંચમહાલના કાલોલના વેજલપુરમાં પ્રથમ વખત વૈષ્ણવ સમાજના દ્વિતિય પીઠાધીશ્ર્વર કલ્યાણરાયજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ખુબજ ધામધૂમ પૂર્વક ગુરુવારે ઉજવવામાં આવ્યો જેમા બપોરે શ્રી વિઠ્ઠલનાથજીની હવેલીમાં નંદ મહોત્સવ, બપોરે મનોરથીના નિવાસ સ્થાને માર્કેન્ડ પૂજા તથા હવેલીમાં ઠાકોરજી મચકીના હીંડોળામાં બીરાજ્યા હતા. સાંજે સંગીતની શુરાવલી સાથે ઠાકોરજીની શોભાયાત્રા નિકળી હતી.શોભાયાત્રામાં સમસ્ત વલ્લભકુળ પરિવાર જોડાયો હતો. આદિવાસી નૃત્ય શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યુ હતું. મનોરથી શેઠ સુભાષચંદ્વ દ્વારા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વન મહોત્સવની સરભાણ કોલેજમાં ઉજવણી કરવામાં આવી

આમોદ તાલુકા કક્ષાના વન મહોત્સવની સરભાણ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ વિલાસબહેન રાજ ઉપપ્રમુખ દિપક ચૌહાણ, મામલતદાર અને ટીડીઓ સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં. વન અધિકારી કિરપાલસિંહ ગોહિલે ઘારાસભ્યનું તુલસી નો છોડ આપી સ્વાગત કર્યું હતું.

ઉમેદપુરા સ્મશાનભૂમિ પર વૃક્ષોનુ વાવેતર

અખિલ વિશ્ચ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્ધાર ની પ્રેરણા થી ,”વૃક્ષ ગંગા અભિયાન” અંતર્ગત લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગાયત્રી પરિવાર શાખા ના સભ્યો દ્વારા ઉમેદપુરા સ્મશાન ભૂમિ ઉપર વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું હતું.

કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝનો માટે મેઘા કેમ્પ

કરજણ. કરજણ નગર અને તાલુકાના ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝન માટે મા આમૃતમ કાર્ડ કઢાવવા માટે એક ભવ્ય મેઘા કેમ્પનુંઆયોજન ૧૦ ઓગષ્ટના રોજ કરવામાં આવેલ છે. જેમાં માત્ર સિનિયર સિટીઝન હોય તેમનું જ કાર્ડ કાઢવામાં આવશે.

સલાદરામાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ

સંખેડા ખાતે આદિવાસી દિન નિમિતે વૃક્ષારોપણ

સંખેડા. સંખેડા ખાતે આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઇ હતી. આદિવાસી સમાજના સૌ કોઇ આજે નિકળેલી રેલીમાં જોડાયા હતા. રેલીમાં નિકળેલા યુવાનોએ સંખેડા ગામના ચાર રસ્તા પાસે આદિવાસી લોકનૃત્ય કર્યું હતું.

લુણાવાડાના વરધરી ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

વરધરી. ગાંધીનગર અને મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમેં પંચશીલ હાઈ સ્કૂલ અને નગરપાલિકા કોમ્યુનિટી હોલ લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2018નું આયોજન થયું હતું તેમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવવા તેમજ વિધાર્થી ગીત વિભાગમાં 6થી14 વયની અંદર ભરવાડ રણછોડભાઈ વસ્તાભાઈ પ્રથમ આવ્યા હતા.

સોનાના હિંડોળામાં દ્વારકાધીશ પ્રભુ બિરાજ્યા

સંખેડા. સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે આવેલ દ્વારકાધીશ ભગવાનના મંદિરે પૂ.ગો.વાગીશ બાવાના હસ્તે મંદિરે નવા બનાવેલ સોનાના હિંડોળામાં દ્વારકાધીશ પ્રભુ બિરાજ્યા હતા.આ પ્રસંગ નો લાભ લેવા માટે મુશળધાર વરસાદની વચ્ચે પણ મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉમટ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

જંબુસરમાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયું

જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિનું સંમેલન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયું હતું. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી આગેવાનો અને કાર્યકરોને સંગઠિત બનવા હાકલ કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખપરિમલસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર, ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તથા સુલેમાન પટેલ તથા મહેન્દ્રસિંહ યાદવ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા

દાહોદ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે મહિલા કૃષિ દિવસ ઉજવાયો

દાહોદ. દાહોદ આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી વિભાગ દ્વારા મહિલા સશક્તિ કરણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે દાહોદ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદીના અધ્યક્ષસ્થાને દાહોદ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે મહિલા કૃષિ દિવસ ઉજવાયો હતો.

અધ્યક્ષસ્થાનેથી સંયુકતાબેન મોદીએ જણાવ્યું હતું કે મહિલાઓ અધતન કૃષિ - પશુપાલન વ્યવસાયની જાણકારી મેળવી તેનો અમલ કરશે તો કૃષિ ઉત્પાદન વધુ લઇ આર્થિક રીતે સધ્ધર બની શકશે. દાહોદ જીલ્લા પંચાયત નાયબ પશુપાલન નિયામક અને ઇન્ચાર્જ જીલ્લા ખેતી અધિકારી ર્ડા. આર.એચ.નાયકે અદ્યતન કૃષિ અને પશુપાલન વ્યવસાયની વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી. મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ર્ડા. ઉમેશ પટેલે અદ્યતન કૃષિ વિશેની સરળ ભાષામાં સમજ આપી હતી. મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક પશુપાલન ર્ડા. રાધારાનીએ મહિલાઓને પરંપરાગત પશુપાલન વ્યવસાય છોડી વૈજ્ઞાનિક ઢબે આ વ્યવસાય કરવામાં આવે તોલાભદાયી બની રહેશે તેમ જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજેકટના નાયબ પ્રોજેકટ નિયામકે કર્યુ હતું. મદદનીશ ખેતી નિયામક પાયલબેન ભાભોરે આભાર દર્શન કર્યું હતું.કાર્યક્રમમાં દાહોદ, ઝાલોદ,ગરબાડા અને ફતેપુરાની અંતરિયાળ વિસ્તારની ખેડૂત મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

શહેરામાં મુસ્લીમ સમાજ શિક્ષણ સુધારણા કાર્યક્રમ

શહેરા. શહેરામાં મુસ્લીમ ટીચર્સ એશોસીએશન દ્વારા મુસ્લીમ સમાજ શિક્ષણ સુધારણા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. રીઝવાન કાદરી,ઇતિહાસકાર,વડોદરાના જુનેદભાઇ શેખ ઉપસ્થિત રહ્યા હતા. એસએસસી,એચએસસી અને સ્નાતક કક્ષાએ સમાજમાંથી જે વિદ્યાર્થિઓએ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ છે તેવા તેજસ્વી તારલાઓ તેમજ સરકારી નોકરીમાં નવિન જોડાયેલા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શહેની નગીના મસ્જીદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ,વાલઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લીમખેડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

લીમખેડા. લીમખેડા નુતન માધ્યમિક શાળા મુકામે તાલુકા કક્ષાની ૬૯ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું લીમખેડાના વન અધિકારી કે એન ખેર દ્વારા સૌને એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો શાળાના શિક્ષક એચ.કે. વણકરે ધરતીપરના વૃક્ષો સાક્ષાત્ દેવતા છે.તથા વૃક્ષ એ જ જીવન હોવાનું જણાવ્યું હતું.

દાહોદ જિલ્લા આશ્રમ શાળાઓ અને છાત્રાલયના સંચાલકોની મીટિંગ

દાહોદ. દાહોદ જિલ્લા આશ્રમ શાળાઓ અને છાત્રાલયના સંચાલકોની એક મિટિંગ દાહોદ તાલુકા મથક ગોદીરોડ ચાકલીયા રોડ અર્બન બેન્ક દાહોદ શાખાની સામે દાહોદ જિલ્લા સહકારી સંઘની ઓફીસમાં તા.13 ઓગષ્ટના સોમવારે બપોર 12 વાગયે દાહોદ જિલ્લા આશ્રમ શાળાઓ અને છાત્રાલય સંચાલક મંડળ્ના ગુજરાત રાજ્ય સંચાલક મંડળના પ્રમુખ ચતુરભાઇ માયાવંશી તેમજ ભીલ સેવા મંડળના પ્રમુખ નરસિંહભાઇ હઠીલા અને શાળા સંચાલકના પ્રમુખ ગોપાળભાઇ, દાહોદ જિલ્લાના તમામ સંચાલકો હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

કન્યાઓને કુમારી લાડલી ચેરી. દ્વારા સેનેટરી પેડનું વિતરણ

ડભોઇ. ડભોઇ તાલુકાના નડાગામની સતી અનસુયા આદિવાસી કન્યા છાત્રાલય ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિતે કુમારી લાડલી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સ્ત્રી સ્વાભિમાનને ધ્યાનમાં લઇ ઇકો ફ્રેંડલી સેનેટરી પેડનું વિતરણ 150 ઉપરાંત આદિવાસી કન્યાઓને વિના મુલ્યે કરવામાં આવ્યું હતું. અને સ્વાસ્થ્ય વિશે જરૂરી માર્ગ દર્શન સરપંચ વૈશાલીબેન પટેલ દ્વારા અપાયું હતું. આગામી સમયમાં આ સંસ્થા દ્વારા છોટઉદેપુર, કવાંટ, બોડેલી, સંખેડા, પાવીજેતપુર, ડભોઇ સહિતના સ્થળોએ 50000 ઉપરાંત પેડનું વિતરણ વિનામુલ્યે કરવમાં આવનાર છે.

વીરપુરમાં હજીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો

વીરપુર. મહીસાગર જિલ્લાના વીરપુર મુકામે મુસ્લિમ ઘાંચી સમાજના જમાતખાનમાં શાનદાર કાર્યક્રમનું આયોજન ફેઝને મખુદમે સીમના દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હજરત કુતબી કારંટવી,મૌલાના સૈયદ ફાયમુદીન સાહેબ તેમજ ગામની તમામ મસ્જિદોના પેશ ઈમાન હજાર રહી હાજના અરકાન વિષે માહિતી આપી તેમજ મુસ્લિમોએ હાજજે બયતુલ્લાહએ જઈ તમામ મુસ્લિમો દેશમાં અમાનચમન ,ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર દેશમાં આવનાર સમયમાં કોમી એકતાના પ્રતીક રૂપે એકબીજાને સાથે ભાઈચારાથી મળીને રહે તેવી દુઆ કરવા તમામ હજીઓનો જણાવ્યું હતું. તેમજ હાજી સાહેબો હજીયાણીઓનું સન્માન કર્યું હતું.

વડતાલમાં હિંડોળે દર્શન આપશે

જે કાષ્ટના કલાત્મક હિંડોળામાં ખુદ ભગવાન સ્વામિનારાયણને સંતોને વ્હાલથી હિચકાવ્યા છે, એ પ્રસાદીના હિંડોળામાં ત્યારબાદ પ્રથમ વખત ભગવાન સ્વામિનારાયણ ભક્તજનોને દર્શન આપવાના છે. 5 ઓગષ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ચાલનાર હિંડોળા ઉત્સવને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , મુખ્ય કોઠારીશા. શઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, ચેરમેનશ્રી દેવ સ્વામી , નૌતમ સ્વામીજી, બાપુ સ્વામી, ભાનુ સ્વામી, ધર્મપ્રસાદ સ્વામી વગેરે 100 જેટલા સંતો મહંતો તથા શેઠ ઘનશ્યામભાઈ ખાંધલી, મનોજભાઈ અજમેરા , ચંદ્રેશભાઈ પારેખ મુંબઈ, ડીડીઓ મોદીની હાજરીમાં દર્શનાર્થે ખુલ્લો મુકાયો હતો.

વાગરામાં વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ

વાગરાની સાર્વજનિક હાઇસ્કુલમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા, તાલુકા પંચાયતના પ્રમુખ ઇશ્વરસીંહ ગોહિલ સહિત વન વિભાગના અધિકારીઓ તથા મહેમાનો હાજર રહયાં હતાં. ગામલોકોને વૃક્ષોનું મહત્વ સમજાવી તેમને વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરાયાં હતાં.

પાલેજ હાઇસ્કૂલમાં ટ્રી -ગાર્ડનું કરાયેલું વિતરણ

પાલેજ જીઆઇડીસીમાં આવેલ તુફલેક્સ કંપની તરફથી પાલેજ હાઈસ્કૂલમાં ટ્રી ગાર્ડની ભેટ આપવામાં આવી છે. આ પ્રસંગે કંપનીનાં મૅનેજર પિલ્લાઈ તથા એચ.આર. ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ, શાળા સંચાલક અહમદખાં પઠાણ, શાળાના શિક્ષક પી. એમ. વાણિયા, ઇનચાર્જ આચાર્ય પીયુષ ગોસાઈ તેમજ આર.બી.ડામોર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

કવાંટ પોલીસ મથક દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત હાઈસ્કૂલના વિધાર્થીઓને શસ્ત્ર નિદર્શન કરાવ્યું

કવાંટ. છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા હાલ વિવિધ રીતે ગુના ખોરી ડામવા માટે અને મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચારોને લઇને સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યાં છે. જેમાં પ્રોજેક્ટર દ્વારા મહિલાઓએ સાવધાની શું રાખવી અને આવી પડેલી આપતીઓ સામે શું શું પગલા લેવા તે બતાવવામાં આવ્યું. જ્યારે કવાંટ નગરમાં આવેલ કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ વિભાગ દ્વારા વિવિધ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે જે હથિયારો હાઈસ્કૂલમાં જઇને વિદ્યાર્થીઓને બતાવ્યાં હતાં.

ફતેપુરા તા.નો વન મહોત્સવ સુખસર ખાતે યોજાયો

ફતેપુરા. ફતેપુરા તાલુકાની સુખસર કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષા નો 69 મો વન મહોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારના હસ્તે કરવામા આવી હતી. કાર્યક્રમને સંબોધીને તાલુકાના ધારાસભ્યએ જણાવ્યું હતું વૃક્ષએ જીવન છે વૃક્ષથી લોકોને સુધ્ધ ઓક્સિજન મળે છે. વૃક્ષ પાણી લાવવામાં પણ મદદ કરે છે વૃક્ષોનું મહત્વ સમજાવી જન્મથી લઇ મરણ સુધી વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે. તેથી લોકોને વૃક્ષોની માવજત કરવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યુ હતું. ધારાસભ્યએ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

X
વેજલપુરમાં કલ્યાણરાયજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો
વેજલપુરમાં કલ્યાણરાયજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી