તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંબુસરના અણખી ભાગોળ ખાતેની ટાંકી જર્જરિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરનાઅણખી ભાગોળ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી જર્જરીત હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિક રહિશોએ રીપેરિંગ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

જંબુસર નગરમાં બારા યોજના હેઠળ પાણી પુરૂ પાડવામાં આવે છે. બારા તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત વિવિધ સ્થળોએ પાણીની ટાંકી બનાવવામાં આવી છે. નગરના અણખી ભાગોળ વિસ્તારમાં બનાવવામાં આવેલી ટાંકી જર્જરિત હાલતમાં છે. ટાકી જોખમી હોવાથી મોટી હોનારત થવાની શકયતાઓ પણ નકારી શકાય તેમ નથી. પાણીની ટાંકીના રીપેરિંગ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોવાથી રોષ ફેલાયો છે. ટાંકીનું ઝડપથી રીપેરિંગ કરાવવામાં આવે તે જરૂરી છે.

ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ

વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહી

અન્ય સમાચારો પણ છે...