તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jambusar
  • રાજ્યમાં આતંકી હુમલાનાં અહેવાલને પગલે નર્મદા ડેમ પર હાઈ એલર્ટ

રાજ્યમાં આતંકી હુમલાનાં અહેવાલને પગલે નર્મદા ડેમ પર હાઈ એલર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંઆતંકી હુમલાના અહેવાલના પગલે નર્મદા બંધ પર હાઈ એલર્ટ કરાયો છે. નર્મદા જિલ્લા પોલીસ અને ડેમ સુરક્ષા નર્મદા બટાલીયન દ્વારા નર્મદા બંધ પર કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાત્રી પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. નર્મદા ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓનું પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.નર્મદા જિલ્લાની સાગબારા બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જિલ્લામાં ઠેર ઠેર પરપ્રાંતીય વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દેવમોગરા અને સોમવારે ભરાનારા રાજપીપળા નજીકના જીતનગર, તિલકવાડાના મણી નાગેશ્વર, કેવડિયા નજીક આવેલા સુલપાણેશ્વર મહાદેવનાં મેળાને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

જિલ્લા નાયબ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ આતંકવાદીઓ ઘુસ્યા હોવાના આઈબીના અહેવાલના પગલે નર્મદા જિલ્લામાં પણ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આંતર રાજ્ય સરહદ આવેલી હોવા ઉપરાંત કેટલાક ધાર્મિક સ્થળો અને નર્મદા બંધ સ્થળ પણ આવેલું છે. તેને કારણે હથિયારધારી 300 થી વધુ એસ.આર.પી.ના જવાન અને પોલીસ જવાન દ્વારા જિલ્લામાં આવતા જતા તમામ વાહનો અને વાહનોમાં બેઠેલા તમામ લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા બંધ સ્થળ ખુબજ અગત્યનું હોવાથી અહી એસઆરપીની ટુકડીઓ સાથે હથિયારધારી પોલીસ જવાનોની કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જિલ્લાના બે મુખ્ય ગણાતા ધાર્મિક સ્થળ પોઈચા મંદિર અને સાગબારા તાલુકાના દેવ મોગરાના પરંપરાગત મેળાને અનુલક્ષીને પણ પોલીસ દ્વારા મેળાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

જંબુસરના કાવી- કંબોઇ મંદિરે પણ સુરક્ષા વધારાઇ

જંબુસરતાલુકામાં આવેલા ગુપ્ત તીર્થ કાવીં કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પણ આતંકવાદી હુમલાના આઇબીના રિપોર્ટના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સ્તંભેશ્વર મહાદેવના મંદિરે સમગ્ર રાજ્ય સહિત દેશમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. જેને અનુલક્ષી મંદિર સહિત પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેવડિયા સ્થિત નર્મદા ડેમની મુલાકાતે આવેલા પ્રવાસીની કારનું ચેકિંગ કરી રહેલો પોલીસ જવાન.

ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓનું પણ કરાતું કડક ચેકિંગ

નર્મદા બંધ સ્થળે એસઆરપીની સાથે પોલીસ જવાનોની કડક સુરક્ષા

અન્ય સમાચારો પણ છે...