તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠા ઉદ્યોગ પર 5% વેટના વધારા સામે ઉત્પાદક સંઘનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમંદીમાં સપડાયેલો મીઠા ઉદ્યોગ વેટના કારણે મૃત અવસ્થામાં આવી જશે. ગુજરાત સરકાર દ્વારા 2016-17ના બજેટમાં આઝાદી બાદ ગાંધીજીના ગુજરાતમાં પહેલી વાર મીઠા ઉદ્યોગ પર પાંચ ટકા વેટ નાંખવામાં આવ્યો છે. જેના કારણે જંબુસર તાલુકામાં સમ ખાવા પુરતો મીઠા ઉદ્યોગ મૃત અવસ્થામાં આવી જશે. હાલ મંદીમાં સપડાયેલા મીઠા ઉદ્યોગ જંબુસર તાલુકાના છેવાડાના ગામોને ઘર આંગણે રોજીરોટી અાપતો એક માત્ર ઉદ્યોગ છે. ગુજરાતમાં મીઠા પર ‘વેટ’ સ્વરૂપે કર લાદવો નિંદનીય બાબત હોવાથી પાછો ખેંચવો જોઈએ. આમ, ઉપરોક્ત હકીકત અને રજૂઆતને ધ્યાન લઈને વિશેષ અમો મીઠા ઉત્પાદકોની વિનંતી છે કે હવે આપણા આઝાદ દેશમાં દેશની સરકાર દ્વારા આજ કે ભવિષ્યમાં પણ ‘મીઠા’ ઉપર ટેક્ષની દરખાસ્તનો અમે વિરોધ કરીને ટેક્ષ પાછો ખેંચવાની રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...