જંબુસરમાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંબુસરમાં મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં લોકોનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. નગરપાલિકા પ્રી- મોનસુન કામગીરીમાં નિષ્ફળ રહેતાં વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે. જો વહેલી તકે પાણીનો નિકાલ નહિ થાય તો રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે.

ચોમાસા પહેલા નગરપાલિકા પ્રી- મોનસુન કામગીરીમાં નિષ્ફળ રહેતાં કાંસો તથા ગટરોની વ્યવસ્થિત સફાઇ થઇ શકી ન હતી. વરસાદ પડતાંની સાથે ગટરો અને કાંસ ઉભરાઇ રહયાં હોવાથી વરસાદી પાણીની સાથે ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં છે. ગુરૂવારે સવારથી જંબુસર શહેર અને તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહયો છે.

વરસાદને કારણે આશિયાના સાેસાયટી, મિલત નગર તથા આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થઇ ગયો છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જાય તેવી સ્થિતિ ઉભી થતાં દોડધામ મચી હતી. પાણીનો નિકાલ નહિ થાય તો રોગચાળો ફેલાઇ તેવી શકયતાઓ પણ નકારી શકાય તેમ નથી. પાલિકાની નિષ્ફળતાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...