જંબુસરની બાલમંદિરમાં ઈદની અનોખી ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમતીલલિતાગૌરી બાલમંદિરમાં શુક્રવારે વ્હાઇટ-ડે અને આઇસક્રીમ -ડે ના આયોજન સાથે ઇદપર્વની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યા કૃપાબહેન પટેલે જનતા કેળવણી મંડળ અને સ્ટાફ પરિવાર તરફથી મુસ્લિમ ભૂલકાંઓ અને વાલીઓને ઇદ મુબારક પાઠવ્યા હતા. શિક્ષિકા કામિનીબહેન પટેલે બાળકોને બાળકોએ એકબીજાને ભેટી ઇદ મુબારક કહેતાં કોમી એક્તાના દ્રશ્યો સર્જાયા હતા. બાળકોએ પ્રસંગે કવ્વાલી રજૂ કરી આકર્ષણ જમાવ્યું હતું.

આઇસક્રીમ-ડે નિમિત્તે જંબુસર નગર પાલિકાના પ્રમુખ સમીર મલેક તરફથી નાનાં ભૂલકાંઓને આઇસક્રીમનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે આચાર્યા કૃપાબહેન પટેલે શાળા પરિવાર અને જનતા કેળવણી મંડળ તરફથી નગર પાલિકા પ્રમુખે આપેલા સહકારની પ્રશંસા કરી હતી. બાલમંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો-પર્વો-તહેવારોની થતી ઉજવણી અંતર્ગત વ્હાઇટ-ડે અને આઇસક્રીમ-ડે નું આયોજન થતાં ભૂલકાંઓ આનંદથી ઝૂમી ઉઠ્યાં હતા.

પ્રમુખ સમીર મલેક આઈસ્ક્રીમનું વિતરણ

જંબુસરની શ્રીમતી લલિતાગૌરી આર.હાજીશે્ઠ બાલમંદિરમાં શુક્રવારે નાનાં ભૂલકાંઓ દ્વારા ઇદપર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી.

વ્હાઇટ ડે-આઇસક્રીમ ડે સાથે ઇદપર્વ મનાવ્યું