• Gujarati News
  • CMના કાર્યક્રમને પગલે કલેક્ટરની અધિકારીઓ સાથે બેઠક

CMના કાર્યક્રમને પગલે કલેક્ટરની અધિકારીઓ સાથે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરબારાસુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાના ખાતમુર્હત પ્રસંગે મુખ્યમંત્રી 16મી એપ્રિલના રોજ જંબુસરમાં આવનાર હોય સભા તથા હેલીપેડનું સ્થળ નક્કી કરવા તથા જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે જંબુસરમાં કલેકટર તથા ઉચ્ચ અધિકારીઓની આજે જંબુસરમાં બેઠક યોજવામાં આવી હતી.

ઉત્તરબારા જુથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ ગામો દરિયાકાંઠે આવેલ છે. તેમજ વિસ્તાર કાળી માટીવાળો છે. આરસીસી પાઈપલાઈન ઘણી જુની હોય લીકજનું પ્રમાણ વધુ છે. પાઈપલાઈનમાં ગાંડા બાવળના મુળીયા ધુસી જવાથી પાણી વહન શકિત ઘટી જવા પામી છે. પાણીની મુશ્કેલીવાળા 82 ગામો અને 2 શહેરને પીવાના પાણીની મુશ્કેલી કાયમી ધોરણે હલ કરવા માટે નર્મદા જુથ પાણી પુરવઠા યોજના દ્વારા પાલેજથી 800 મીમી વ્યાસની પી.એચ.સી પાઈપ વડે ચકલાદ તથા આમોદ થઈ પાણી પુરવઠો જંબુસર તાલુકાના ઉમરાહેડ વર્કસ સુધી લાવવામાં આવે છે ત્યાંથી યોજનાના દરેક ગામને પાણી પુરુ પાડવામાં આવે છે. યોજના 1992થી કાર્યાન્વિત હોય અને પાઈપલાઈન 21 વર્ષ જુની હોય વસતીને ધ્યાનમાં રાખી ઉત્તરબારા સુધારણા જુથ પાણી પુરવઠા યોજના દ્વારા રૂા.64.03 કરોડની વહીવટી મંજુરી મળી છે. જે અન્વયે 813 મીમી વ્યાસની 38 કિલોમીટર એમએસપાઈપલાઈન નાંખવા 224.33 લાખ તથા 340 હોર્સ પાવર્સની પમ્પીંગ મશીનરી નાખવા 208.60 લાખ અંદાજિત કુલ રૂા.6402.72લાખના કામોની યોજનાનું ખાતમુહુર્ત કરવા મુખ્યમંત્રી જંબુસર આવનાર હોય તે માટે કલેકટર ડીડીઓ, એસપી તથા ઉચ્ચ અધિકારીઓ સહિત આમોદ જંબુસરના આગેવાનો સાથે બેઠકનું આયોજન જંબુસરના સરકીટ હાઉસ ખાતે કરાયું હતુ. જેમાં અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ કલેકટર દ્વારા આપી હતી.

મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના રૂટ તથા શહેરમાં સફાઈ, સ્વચ્છતા હાથ ધરવા નગર પાલિકા ચીફ ઓફિસરને તાકીદ કરાઈ હતી.

જંબુસર

આયોજન

જંબુસરમાં મુખ્યમંત્રીના હસ્તે તા.16મીએ ઉત્તર બારા પાણીપુરવઠા યોજનાના ખાત મુહૂર્તનો કાર્ય ક્રમ યોજવામાં આવ્યો છે.જેને અનુલક્ષીને કલેક્ટર અને એસપીની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી./ તસવીર.પરેશ પટેલ