તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Hansot
  • વટારીયા સુગરના પ્રમુખપદે સંદીપ માંગરોલા, ઉપપ્રમુખપદે કરશન પટેલ

વટારીયા સુગરના પ્રમુખપદે સંદીપ માંગરોલા, ઉપપ્રમુખપદે કરશન પટેલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાતાલકાના વટારીયા ગણેશ સુગરની વ્યવસ્થાપક સમિતિની પંદર દિવસ પહેલા ચૂંટણી થઈ હતી. જેમાં સંદીપ માંગરોલાની ખેડૂત સહકાર પેનલે 15 બેઠક હાંસલ કરી હતી.જ્યારે પરિવર્તન પેનલે 3 બેઠક કબજે કરી હતી. દરમિયાનમાં ગુરુવારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા ખાસ બેઠક બોલાવામાં આવી હતી. ઝઘડિયાના નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુગરના પ્રમુખ તરીકે સંદીપ માંગરોલા અને ઉપ-પ્રમુખ તરીકે કરશન પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

ચૂંટણી અધિકારીએ 18 બેઠકના પરિણામ જાહેર કર્યા હતા તેમાં એક જૂથ-8 હાંસોટની બેઠકના પિયુષ પટેલ અગાઉ બીન હરીફ બન્યા હતા.અન્ય 19 બેઠકમાંથી 15 જૂથમાં સંદીપ માંગરોલા પ્રેરિત ખેડૂત સહકાર પેનલે જીત હાંસલ કરી હતી. એક અપક્ષ 3 પરિવર્તન પેનલના ફાળે ગઈ હતી.આ સમયે સંસ્થાના સભાસદ, ખેડૂતો, આગેવાનો, ડિરેક્ટરો તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ પ્રમુખ અને ઉપ-પ્રમુખને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા.

સંદીપ માગરોલા બેઠકને સંબોધી રહ્યા છે. /તસવીર અતુલપટેલ

અન્ય સમાચારો પણ છે...