તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટમાં PIના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંવેદનશીલગણાતા હાંસોટ તાલુકામાં બકરી ઇદ તથા આનંદચૌદસ ના તહેવારો દરમ્યાન શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલા બનાવોનું પુનરાવર્તનન થાય તે હેતુથી પી.આઇ.કે.વી. ચુડાસમાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટીંગ રખાઇ હતી. જેમાં બંને કોમના આગેવાનોએ હાજર રહી પુરતો સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી.

પી.આઈ. કે.વી.ચુડાસમાએ ગામના તથા તાલુકાના આગેવાનોના સલાહ સૂચનો સાંભળી ભૂતકાળમાં બનેલા બનાવોનું પુનરાવર્તન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે નમ્ર અપીલ કરી હતી તથા ઉપસ્થિત રહેલા હિન્દુ-મુસ્લીમ આગેવાનોની પાંચ-પાંચ સભ્યોની કમીટી બનાવી અને તેમને તહેવારો દરમિયાન શાંતિ જળવાઇ રહે તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું તથા ગણેશોત્સવ વખતે કોઈ વ્યક્તિ ડૂબી જાય તેની કાળજી રાખવા તરવૈયાની ટીમ બનાવી તરવૈયાઓ પાણીમાં ગણપતિ વિસર્જન કરશે એવું સૂચન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે હાંસોટ ગામના સરપંચ જમીલાબેન ખોખર, ભૂતપૂર્વ સરપંચ ફારુક મારુવાલા, એમ.એ.માકુવાલા હાઇસ્કૂલના પ્રમુખ શાબીર કાનુગા, ગ્રામ પંચાયત સદસ્ય પપ્પુ ખોખર, તથા હાંસોટના આગેવાન વિનુમોરાર પટેલ તથા ખારવા સમાજના આગેવાનો નટવર ધનજી મિસ્ત્રી તથા રમેશ મોહન મિસ્ત્રી,બી.આર.સી.કોર્ડીનેટર ધર્મેન્દ્ર સિંહ મહિડા તથા પી.એસ.આઇ. પટેલ તથા બંને કોમના આગેવાનો હાજર રહયાં હતાં. બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાતરી આપવામાં આવી હતી. બકરી ઇદ અને શ્રીજી વીસર્જનનો સમય સાથે આવતાં પલીસ તંત્ર દ્વારા શાંતી સમીતિની બેઠક યોજી લોકોને સુચનો કરી રહ્યાં છે.

બંને કોમના આગેવાનોએ સહકારની ખાતરી આપી

વિસર્જન અને ઇદના તહેવારો સંદર્ભમાં ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો