તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Hansot
 • નેત્રંગના પંચશીલ પાર્કમાં ~3 લાખના ખર્ચે આર.સી.સી રસ્તો બનાવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગના પંચશીલ પાર્કમાં ~3 લાખના ખર્ચે આર.સી.સી રસ્તો બનાવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટનાપંચશીલ પાર્ક વિસ્તારમાં લોકોને ચોમાસા પહેલાં આરસીસી રસ્તાની સુવિધા મળી છે. વિસ્તારમાં રહીશો દર ચોમાસામાં કીચડ તથા પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતાં હતાં. પંચાયતે 3 લાખ રૂપિયાના ખર્ચથી નવો રસ્તો બનાવી આપ્યો છે.

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકના પંચશીલ પાર્કમાં છેલ્લા કેટલાય વર્ષથી પાયાની સુવિધા એવી રસ્તો ખખડધજ થઈ ગયો હતો.અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ હાલ ચોમાસા દરમ્યાન રસ્તામાં પાથરવાનું મટિરિયલ પંચાયત દ્વારા નાખવામાં આવ્યું હતું. જેના કારણે વરસાદ પડતાં બરાબર કીચડ થઈ જતાં ફળીયાના લોકો ત્રાસી ગયા હતા. ગતરોજ વાતાવરણ ખુલ્લુ નીકળતા તાત્કાલિક સિમેન્ટ કોંક્રીટનું લાવી ગ્રામ પંચાયતે તેના મજૂરો દ્વારા રસ્તો બનાવાનું શરૂ કરતાં પંચશીલ પાર્કના રહીશોએ માથે ઊભા રહી તેમના માર્ગદર્શન પ્રમાણે પૂરેપુરું મટિરિયલ વાપરી મજબૂતાય વાળો રસ્તો બનાવતા લોકોમાં રસ્તો લાબો સમય ટકી રહેશે જેથી હાશકારો થયો હતો. ચોમાસા પહેલાં આરસીસીના રસ્તાની સુવિધા મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

નેત્રંગના પંચશીલ પાર્કમાં નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. તસવીર-અતુલપટેલ

ચોમાસા પહેલાં રસ્તાની સુવિધા મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

નવો રસ્તો બનાવા માટેની અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો