• Gujarati News
  • ~4,000નો દારૂ ઝડપાયો બૂટલેગર ફરાર

~4,000નો દારૂ ઝડપાયો બૂટલેગર ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટતાલુકના સાહોલ ગામેથી ચાર હજારનો ઇગ્લીશ દારૂ પકડાયો પોલીસને ચકમો આપી બૂટલેગર ભાગી છુટ્યો હતો. હાંસોટ તાલુકાના સાહોલ ગામે નિશાળ ફળિયામાં રહેતા રમેશ વલ્લભ પટેલ ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે એવી બાતમી હાંસોટ પોલીસને મળતા હાંસોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.ડી.ધોબીએ સ્ટાફ સાથે સ્થળ પર રેડ પાડતા પોલીસને ચકમો આપી બૂટલેગર રમેશ વલ્લભ પટેલ નાસી છુટ્યો હતો.બૂટલેગરના વાડાના ભાગે તપાસ કરતા એક મીણના કોથળમાંથી બીયરના ટીન તથા ઇલીશ દારૂની બોટલો કુલ 34 નંગ કિંમત ~4,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બૂટલેગર રમેશ વલ્લભ પટેલને પકડવાની તજવીજ હાથ ધરી છે.