• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Hansot
  • હાંસોટમાં છોટુમિયાબાવાની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરાઈ

હાંસોટમાં છોટુમિયાબાવાની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટમાંમીની અજમેર તરીકે નામના મેળવનાર છોટુ મિયા બાવાની દરગાહ પર ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. ગાદીપતિ હજરત બાવા મનસૂરીએ હિન્દુ મુસ્લિમ બિરાદરો ને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી.

હાંસોટમાં આવેલ આસ્થા,શ્રદ્ધા, કોમી એકતા અને ભાઈચારાનાં પ્રતિક સ્વરૂપ અને મીની અજમેર તરીકે નામના મેળવનાર દરગાહ પર છોટુ મિયા બાવાનો 39 મો અને હજરત કલીમુલ્લાહ બાવાના બીજા ઉર્સ ની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ દરમિયાન દેશ વિદેશ થી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. પ્રસંગે સંદલ - કવ્વાલી અને નિયાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવાતાં ઉર્સ માં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. દરગાહ ના હાલના ગાદીપતિ પીર મોહંમદ હજરત બાવા મનસૂરી હિન્દુ મુસ્લિમ બિરાદરોને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી. આમ મીની અજમેર તરીકે નામના મેળવનાર છોટુ મિયા બાવાની દરગાહ પર ઉર્સની અનોખી ઉજવમી કરવામાં આવી હતી.

હિંદુ-મુસ્લિમ બિરાદરો ઉર્સ શરીફમાં સામેલ : વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ

દરગાહ ખાતે દેશ વિદેશના મોટી સંખ્યમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા

અન્ય સમાચારો પણ છે...