• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Hansot
  • હાંસોટ નગરમાં ગાયત્રી પરિવારના અનુયાયીઓ દ્વારા શોભાયાત્રા નીકળી

હાંસોટ નગરમાં ગાયત્રી પરિવારના અનુયાયીઓ દ્વારા શોભાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટનર્મદેશ્વર મહાદેવના મંદિરે ગાયત્રી પરિવાર દ્વારા નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયાં હતાં.

હાંસોટ સર્કલ, વેરાઈ માતાના મંદિર, રતનેશ્વર મહાદેવ મંદિર, રાજા લાલનો ચકલો, મહર્ષિ અરવિંદ માર્ગ, ગાંધીચોક થઇ નર્મદેશ્વર મહાદેવ ના મંદિરે સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન ગર્ભ સંસ્કાર નામકરણ, અન્ન પ્રાશન વિદ્યારંભ, યજ્ઞો પવિત, મંત્રદીક્ષા સહીતના સંસ્કારો નિઃશુલ્ક કરવામાં આવ્યાં હતાં. આપણું જીવન સ્વસ્થ સુખી સમૃધ્ધ બને અને શાંતિ પૂર્ણ રહે યુવાનો વ્યસન મુક્ત રહે તેમજવેદ ઉપનિષદ પ્રજ્ઞા પુરાણ ધર્મ અને વિજ્ઞાન તથા પર્યાવરણને લગતાં પુસ્તકો નું વેચાણ કરવામાં આવ્યું હતું તથા હવન અને મહાપ્રસાદી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ગાયત્રી પરિવારના અનુયાયી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

નર્મદેશ્વર મહાદેવ મંદિરે ગાયત્રી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

ધજા-પતાકા સાથે નીકળેલી શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું

ગાયત્રી પરિવારના ઉપક્રમે શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.તસવીર-પીરૂ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...