તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Hansot
 • હાંસોટ તાલુકા પંચાયતની સાધારણ સભામાં બજેટને સર્વાનુમતે મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટ તાલુકા પંચાયતની સાધારણ સભામાં બજેટને સર્વાનુમતે મંજૂરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટતાલુકા પંચાયત ખાતે ખાસ સાધારણ સભા પ્રમુખ હર્ષદ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં વિવિધ અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યા હતાં જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં.

તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી જેમાં પદાધિકારીઓ તથા સભ્યો હાજર રહયાં હતાં. જેમાં સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાલુકા પંચાયત હાંસોટનું સને. 2017-18નું અસલ અંદાજપત્ર તથા મનરેગા વિભાગનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

ચર્ચા વિચારણાના અંતે બંને અંદાજપત્રોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિક્ષા પટેલ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રઉંફ શેખ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કિરણ પટેલ તથા તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આગામી દિવસોમાં તાલુકામાં વિકાસ માટે વિવિધ કામો હાથ ધરવામાં આવશે. તે માટે બજેટમાં ભંડોળની જોગવાઇ કરાઈ હતી.

તાલુકાના વિકાસકામો માટે બજેટમાં ભંડોળની જોગવાઇ કરવામાં આવી

પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલ સભામાં પદાધિકારીઓ-સભ્યો હાજર રહ્યા

હાંસોટ તા.પં.ની સામાન્યસભામાં બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. તસવીર-પીરૂમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો