તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટના છીલોદ્રા ગામની મહિલાનું અનુકરણિય પગલુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોજ પુત્રીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર ખાતે માતા લેવા અને મુકવા આવે છે

દિવ્યાંગ પુત્રીને બેંક અધિકારી બનાવવા વિધવા માતાનો સંઘર્ષ

હાંસોટનાછીલોદ્રા ગામમાં જન્મેલ પાયલકુમારી વિનોદભાઈ જન્મજાત દિવ્યાંગ છે. પિતા છીલોદ્રા ગામે આવેલી પાંચ વીંઘા જમીન ખેડી ગુજરાન ચલાવાતા હતાં. આઠ વર્ષની ઉંમરે પિતા નું અવસાન થતાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી એમની માતા જિજ્ઞાસાબહેને એકની એક દીકરી હોય અને બંને પગે ચાલી શકતી નથી. દિકરી પાયલ ને ભણાવવા માટે બીજા લગ્ન પણ કરેલ નથી અને ખેતીની જમીન ગણોતે આપી દીકરી ને ભણાવી ગુજરાન ચલાવે છે. છીલોદ્રા ગામે ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો હતો છેલ્લા પાંચ વર્ષથી હાંસોટ એલ સી શેઠ હાયર સેકન્ડરી હાઇસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે અત્યાર સુધી કોઈ પણ વર્ષે નાપાસ થઈ નથી. એસ એસ સી પરીક્ષા 51%સાથે પહેલા પર્યત્ને પાસ કરી હતી. તેમની માતા દીકરીને ભણાવવા હાંસોટમાં ભાડૂતી મકાન રાખી રહે છે. દીકરી ને તેમની માતા દરરોજ કેડ માં ઉંચકી સ્કૂલ માં મુકવા આવે છે અને સ્કૂલ છૂટે ત્યારે લેવા માટે આવે છે વર્ષે કોમર્સના વિષય સાથે ધોરણ બારની પરીક્ષા આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો