તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Hansot
 • પાટોત્સવ | હોમાત્મક અને લઘુરુદ્રની વિધિ બ્રાહ્મણો દ્વારા કરી વિશ્વ શાંતિ અને જનકલ્યાણ હેતુ આહુત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટોત્સવ | હોમાત્મક અને લઘુરુદ્રની વિધિ બ્રાહ્મણો દ્વારા કરી વિશ્વ શાંતિ અને જનકલ્યાણ હેતુ આહુતિ અપાઈ હતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટખાતે તિલ્લેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે હોમાત્મક અને લઘુરુદ્રની વિધિ બ્રાહ્મણો દ્વારા કરી વિશ્વ શાંતિ અને જનકલ્યાણ હેતુ આહુતિ આપવામાં આવી હતી.

મોટા બજારમાં આવેલા પૌરાણિક તિલ્લેશ્વર મહાદેવ મંદિરનો ત્રીજા પાટોત્સવની દબદબાભેર આનંદ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને ભાવિક ભક્તો હાજર રહી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને બ્રાહ્મણો દ્વારા હોમાત્મક અને લઘુરુદ્ર કરી વિશ્વ શાંતિ અને જનકલ્યાણ હેતુ આહુતિ આપવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ભાવિકભક્તો હાજર રહી પોતાની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે તિલ્લેશ્વર મહાદેવ ની પૂજા અરાધના કરી ધન્યતા અનુભવી હતી આખા દિવસ દરમિયાન આયોજાકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રાત્રે પ્રસાદ અને ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આયોજકો પ્રદીપ ચોકસી તથા રમેશ પ્રજાપતિ તથા યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને ભાવિક ભક્તો સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી

હાંસોટના તિલ્લેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવ

હાંસોટ ખાતે તિલ્લેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે હોમાત્મક અને લઘુરુદ્રની વિધિ બ્રાહ્મણો દ્વારા કરી વિશ્વ શાંતિ અને જનકલ્યાણ હેતુ આહુતિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો