તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટ તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો માહોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટતાલુકાના ત્રણ ગામોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા ગામની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાની પેનલના ઉમેદવારો મેદાનમાં ઉતારવા કવાયત શરૂ કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં 46 ફોર્મનું વિતરણ થયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાઇ રહયો છે.

8 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાંસોટના ઓભામાં 8 વોર્ડ, ઈલાવમાં 10 વોર્ડ તથા બાલોટામાં 8 વોર્ડ ની સરપંચ તથા સભ્યોની ચૂંટણી તથા સમલીમાં 1 વોર્ડ, શેરામાં 8 વોર્ડ, હાંસોટમાં 3 વોર્ડ, રોહિદમાં 1 વોર્ડ, કઠોદરામાં 3 વોર્ડ, મોઠિયામાં 2 વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 46 ફોર્મ નું વિતરણ થયું છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23મી માર્ચ છે જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25મી માર્ચ છે. ગ્રામપંચાયતો ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની પેનલ દ્વારા ચૂંટણી લડતા હોય છે. હાલમાં બંને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા રાખવાની કવાયત ચાલી રહી છે અને બંને પક્ષો દ્વારા એડીચોટી નું જોર લગાવી પોતપોતાના ઉમેદવારો ને જીત અપાવવા માટે મેદાને પડનાર છે.

ભાજપ અને કોંગ્રેસ પોતાના સમર્થિત ઉમેદવારો મેદાનમાં ઉતારશે

અત્યાર સુધીમાં 46 ઉમેદવારીપત્રોનું વિતરણ થઈ ચુક્યુ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો