તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Hansot
 • હાંસોટમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટખાતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ માં પૂર્ણ બહુમતી અને ગોવા તેમજ મણિપુરમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી ભાજપ ની જીત ને હાંસોટ તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

દેશની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલમાં પૂર્ણ બહુમતી અને ગોવા તેમજ મણિપુરમાં પણ સરકાર બનાવી છે. જીતને વધાવવા તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદ પટેલના અધ્યક્ષતામાં કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પ્રસંગે ઉપ પ્રમુખ રઉંફ શેખ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિક્ષા પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કીર્તિ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કિરણ પટેલ તથા ભાજપ પ્રમુખ રમેશ પટેલ, મહામંત્રી નરેશ પટેલ, મહામંત્રી રમેશ મિસ્ત્રી તથા તાલુકા પંચાયત ના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

હાંસોટ તાલ પંચાયત કચેરીના પટાંગણમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.તસવીર-પીરૂ મિસ્ત્રી

તા.પંચાયત કચેરીના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન

ચાર રાજયોમાં સરકાર બનતાં ખુશીનો માહોલ છવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો