• Gujarati News
  • દિગસ ગામમાં મજૂરીના નાણા બાબતે 1ની હત્યા

દિગસ ગામમાં મજૂરીના નાણા બાબતે 1ની હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટનાદિગસ ગામે મજૂરીના નિકળતા પૈસા બાબતે થયેલા ઝઘડામાં બે મિત્રોએ ભેગા મળી 1ની હત્યા કર્યા બાદ ભાગી ગયા હતા.

દિગસ ગામે ચોરા ફળિયાના દિપક વસાવા પાસે ફળિયાના મિત્રો મુન્નો વસાવા અને બાબુ વસાવાના ~700 નીકળતા હતા તે મૃતક દિપક આપતો હોવાથી તા.16મીના રોજ બપોરે મુન્નો તથા બાબુ બન્ને મિત્રો ભેગા મળી તું કેમ અમારી મજૂરીના પૈસા આપતો નથી કહી લાકડાના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નીપજાવી નાસી ગયા હતા.

જે જાણ મૃતકના ભાઇ હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી મરનાર દિપક સોમાનો મૃતદેહને હાંસોટ સરકારી દવાખાનામાં લાવી પોસ્ટમોર્ટમ કરાવી તેનો કબજો તેના વાલી વારસને સોપી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.