તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિલકવાડામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશવિસર્જન અને ઈદ પર્વ નિમિતે તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોસઈ એ.આર.જાદવ ના અધ્યક્ષપણા હેઠળ સુરક્ષાને ધ્યાનમાં રાખી આગેવાનો સાથે જરૂરી ચર્ચા કરવામા આવી હતી. તહેવારો દરમિયાન 50થી વધારે પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

બંને કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ગામના જયસુખ સંચાલા, રસુલ હાંસોટી,દિલીપ દરજી,નિઝામ હાંસોટી, વિજય ટાળવી સહિતના આગેવાનો અને ગણેશ મહોત્સવ સંચાલકો હાજર રહ્યાં હતાં. નગરમાં સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. બે પી.આઇ, 8 પો.સ.ઇ સહિત 50થી વધારે પોલીસ જવાનો નગરમાં તૈનાત કરવામાં આવશે. બેઠકમાં આગેવાનોએ તેમના મંતવ્યો પણ આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો