તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Hansot
 • હાંસોટના કતપોરમાં સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલનું અભિવાદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટના કતપોરમાં સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલનું અભિવાદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટતાલુકાના કતપોર ગામે કે.એમ.હાઇસ્કૂલના પટાંગણમાં સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આપ્રસંગે તાલુકા ના લોકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું.

પ્રમુખ મગનભાઇ બી.પટેલે જણાવ્યું હતું કે શાળાના વિકાસમાં ધારાસભ્યોનો સિંહ ફાળો છે એમ જણાવી ધારાસભ્યના પિતા સ્વ. ઠાકોરભાઇ ગુમાન પટેલ ને યાદ કર્યા હતાં. તેઓ 1970માં શાળામાં ટ્રસ્ટી હતાં. વર્ષ 2016-17 શાળાના ઓરડામાટે ~5 લાખ મંજૂર કરવા તથા મોરવિભાગમાં પાણીની અછત દૂર કરવા માટે તથા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ધારાસભ્યનો ફાળો છે તેમ તેમણે જણાવ્યું હતું. ઇશ્વર સિંહે સન્માન બદલ તથા ત્રણ-ત્રણ ટર્મ થી ધારાસભ્ય બનાવવા બદલ તાલુકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રસંગે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કિરણબેન, જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિક્ષાબેનતથા તાલુકા પંચાયત સદસ્યો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

તાલુકામાં થયેલાં વિકાસકામો માટે આભાર માનવામાં આવ્યો

કેે.એમ. હાઇસ્કુલના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો

કતપોર ગામે સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તસવીર-પીરૂમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો