હાંસોટ તાલુકામાં ખેતીલાયક વરસાદ વરસતાં ખેડૂતો ગેલમાં
હાંસોટ તાલુકામાં અત્યાર સુધીમાં મેઘમહેર વરસાતાં પંથકમાં 153 મી.મી. વરસાદ થયો છે. ખેતી લાયક વરસાદ પડતાં ખેતીમાં સારો પાક થવાની આશાએ ખેડૂતોમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે. બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેથી વાતાવરણમાં પલટો આવતાં પંથકમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત થઈ છે. હાંસોટ વિસ્તારના 90 ટકા લોકો ખેતી પર નિર્ભર છે. ખેડૂતો શેરડી તથા શાકભાજીમાં ભીંડા,રીંગણ તથા પરવરનું વાવેતર કરતાં હોય છે. હાલમાં મેઘરાજાની મહેર રહેતાં ધરતીપુત્રો સારા પાકનું ઉત્પાદન થાય તેવી આશા સેવીને બેઠા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ઠેરઠેર વરસાદે જમાવટ કરતાં હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયેલો જોવા મળે છે. વિવિધ સ્થળે વરસાદથી ખેડૂતો ખુશ થયા છે.
પાકનો ઉતાર બમણો થયો છે
^થકમાંખેતીને લાયક વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત સારી થઇ હોવાનું કહીં શકાય તેમ છે. હાલમાં મારા ખેતરમાં પરવરનો માંડવો છે તથા વરસાદથી મારો પરવરનો ઉતારો ડબલ થઈ ગયો છે.> મનિષપટેલ, ખેડૂત,અલવા ગામ.
વરસાદી માહોલ સર્જાવાને કારણે ગરમીમાંથી લોકોને આંશિક રાહત
પંથકમાં અત્યાર સુધીમાં સવા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો