બુથ લેવલથી ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે : સંદીપ પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટતાલુકા ભાજપની કારોબારી બેઠક તાલુકા પંચાયત કચેરી હાંસોટ ના સભાખંડમાં મળી હતી. જિલ્લા મંત્રી સંદીપ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હાંસોટ તાલુકા પંચાયતની કચેરીના સભાખંડમાં જિલ્લા મંત્રી સંદીપ પટેલની હાજરીમાં કારોબારી ની બેઠક યોજાઈ હતી. હાંસોટ તાલુકા પ્રમુખ રમેશ પટેલ દ્વારા પાર્ટીની આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. સંદીપ પટેલે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીની તૈયારી આપણે બુથ લેવલથી કરવી પડશે. પ્રસંગે જિલ્લા મહામંત્રી, હાંસોટ તાલુકા ભાજપ મહામંત્રી રમેશ મિસ્ત્રી, હાંસોટ તાલુકા ભાજપ મહામંત્રી નરેશ પટેલ તથા હાંસોટ તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા હાંસોટ તાલુકાના ભાજપ કાર્યકરો હાજર રહ્યાં હતાં.

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરાઇ

હાંસોટ તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી હતી

અન્ય સમાચારો પણ છે...