તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટના યુવાનના મોતમાં હત્યાની ગુનો ઉમેરવા આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટગામે દિવાલ પરથી પડતાં યુવાનનું મોત નીપજવાના પ્રકરણમાં મૃતકના પરિવારજનોએ કોર્ટમાં ઘા નાંખતાં યુવાનની હત્યા કરાઇ હોવાની તેમજ તે સંદર્ભની ચોક્કસ દલીલો રજૂ કરી હતી. જેના આધારે અદાલતે સદર મામલામાં હાંસોટ પોલીસને હત્યાનો ગુનો નોંધવાનો હૂકમ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રિય માહિતી અનુસાર, હાંસોટ ખાતે રહેતાં પીરૂભાઇ મિસ્ત્રીનો પુત્ર જિજ્ઞેશ ગત 22મી નવેમ્બર 2015ના રોજ ગામમાં તેમના ઘર પાસે આવેલી સ્કૂલના મેદાની દિવાલ પાસે મૃત હાલતમાં પડેલાં મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે દિવાલ પરથી પડવાને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જણાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં જિજ્ઞેશને ગામમાં રહેતી દિપિકા ઉર્ફે દિપુ સાથે પ્રેમસંબંધ હોઇ તે મામલે તેના પિતા દત્તુ દુર્લભ પટેલ તેમજ ભાઇ અંકિતને જાણ હોઇ તેઅો બન્નેએ અગાઉ પર જિજ્ઞેશને મારી નાંખવાની ધમકીઓ આપી હોઇ તેમણે જિજ્ઞેશની હત્યા કરી હોવાના આક્ષેપ સાથે ઘટનાના પગલે હત્યાનો ગુનો નોંધવા માટે પોલીસને જણાવતાં પોલીસે તેમની રજૂઆતોની દરકાર નહીં રાખતાં આખરે મૃતકના પિતા પિરૂભાઇ મિસ્ત્રીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતકના ચહેરાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થયાના નિશાન હતાં. ઉપરાંત ઘટનાના સમય પહેલાં જિજ્ઞેશ તેમજ દિપિકા સાથે હોઇ તે મામલાને લઇને તેના પિતા તથા ભાઇએ રીસ રાખી તેની હત્યા કરી હોવાના આક્ષેપ કર્યાં હતાં. જેને પગલે કોર્ટે હાંસોટ પોલીસને મામલામાં હત્યાનો ગુનો નોંધી તપાસ કરવા હૂકમ કરતાં હાંસોટ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગામની યુવતી સાથે સંબંધમાં તેના પિતા-પુત્રએ હત્યા કરી હોવાનો ગંભીર આક્ષેપ

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો