તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાંસોટમાં અજંપાભર્યા માહોલ વચ્ચે બજારો સજ્જડ બંધ રહ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટમાંમુસ્લિમ અગ્રણી શાબીર કાનુગાની હત્યા બાદ અજંપાભર્યો માહોલ જોવા મળી રહયો છે. બુધવારે સવારથી એક પણ દુકાનો ખુલી હોવાથી બજારો સજજડ બંધ રહયાં હતાં. સમગ્ર નગરમાં કરફયુમય સ્થિતિ હોય તેમ લાગી રહયું હતું. કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.હાંસોટ નગરની મોટાભાગની શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.

મંગળવારે મોડી સાંજે હાંસોટમાં એક કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

પપ્પુ ખોખરના ભાઇ પીન્ટુ ખોખર અને તેના સાગરિતોએ સાબીરને ગામની શાળા નજીક અટકાવી ગોળી મારી દીધી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. મૃતક સાબીર અને પીન્ટુ ખોખર ગુનાહિત ભુતકાળ ધરાવતાં હોવાથી આગામી દિવસોમાં ગેંગવોર વકરે તેવી સ્થિત ઉભી થતાં નગરમાં અજંપાભર્યો માહોલ છે. બુધવારે સવારથી નગરની એક પણ દુકાનો ખુલી હતી. બજારોમાં સજજડ બંધથી સ્મશાનવત શાંતિ જોવા મળી હતી. દરેક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. ગેંગવોરની શકયતાઓ જોતાં લોકોમાં પણ ભય વર્તાઇ રહયો છે.

સાબીરની હત્યા બાદ ગેંગવોર વકરવાની શકયતા

અન્ય સમાચારો પણ છે...