તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Dahej
  • હાંસોટમાં બુલેટ ટ્રેનના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠકમાં યોગ્ય વળતરની માંગ

હાંસોટમાં બુલેટ ટ્રેનના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠકમાં યોગ્ય વળતરની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાંસોટ ખાતે મૂળ નિવાસી સંઘ દ્વારા એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના પ્રોજેકટના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં સરકાર જમીનના વળતરના મુદ્દે ખેડૂતોને અન્યાય કરી રહી હોવાનો સુર વ્યકત કરાયો હતો.

અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે ભરૂચ જિલ્લાની 140 હેકટરથી વધારે જમીન સંપાદિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું જાહેરનામુ ગેરકાયદે હોવા સહિતના આક્ષેપ સાથે અસરગ્રસ્ત ખેડૂતો પ્રોજેકટનો વિરોધ કરી રહયાં છે. અત્યારે અસરગ્રસ્ત ગામોમાં ખેડૂતોની બેઠકો યોજાઇ રહી છે. હાંસોટ ખાતે મુળ નિવાસી સંઘના નેજા હેઠળ ખેડૂતોની બેઠક મળી હતી..

પ્રોજેક્ટમા જમીન મકાનો પ્લોટો મિલકતો ગુમાવનારાઓને યોગ્ય વળતર મળે સહિતની માંગણીઓ અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક જી અને રાજયસભાના સાંસદ અમી યાજ્ઞિક, જયેશ પાલ, જયેશ દેલાડ, મહેન્દ્રભાઇ કરમરયા, સંદીપ માંગરોલા, હનીફ હાંસલોદ, નિપુલ પટેલ, જીગ્નેશ પટેલ, વિપુલ પટેલ સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...