હાંસોટમાં થાંભલા પરથી પટકાતાં હેલ્પરને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ |હાંસોટના મોટાબજાર વિસ્તારમાં વીજથાંભલા પર લાઇટ રીપેરિંગ માટે ચઢેલો હેલ્પર કરંટ લાગતાં પટકાયો હતો.ગ્રામ પંચાયતમાં વાયરમેન હેલપર તરીકે ફરજ બજાવી રહેલા ધંતુરીયાના હસમુખ ગણપત પટેલ મોટા બજારમાં સ્ટ્રીટ લાઇટ ના થાંભલા પર લાઈટ રીપેર કરવા ચઢયાં હતાં. જયાં તેમને કરંટ લાગતા જમીન પર પટકાતા ઇજા પહોંચતા હાંસોટ કાકાબા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ગંભીર હાલતને કારણે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેેડાયા છે જયાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...