• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Hansot
  • હાંસોટમાં બે દિવસમાં 7 બાઇકોની ઉઠાંતરીથી લોકોમાં ભયનો માહોલ

હાંસોટમાં બે દિવસમાં 7 બાઇકોની ઉઠાંતરીથી લોકોમાં ભયનો માહોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટતાલુકામાં બે દિવસમાં સાત બાઇકોની ઉઠાંતરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. વાહનચોર ટોળકીને ઝડપી પાડવા પોલીસ સઘન કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરવામાં આવી રહી રહી છે.

હાંસોટમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ લાગી રહયું છે. થોડા દિવસ પહેલાં એક સાથે સાત સ્થળોએ તાળા તોડી 3 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી થઇ હતી.

ઘરફોડ બાદ હવે વાહનચોરીના બનાવો વધી જતાં લોકોને જાનમાલની સલામતીની ચિંતા સતાવી રહી છે. બે દિવસમાં સાત બાઇકોની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી પોલીસે લીરેલીરા ઉડાવી દીધા છે. આસારમાં, જૂના ઓભા, ઇલાવ અને આમોદમાંથી સાત મોટર સાયકલો તસ્કરો ઉઠાવી ગયા છે.

તાલુકાના ગામડાઓમાંથી ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર ચોરી જતી ટોળકીનો પણ ત્રાસ દીવસે ને દિવસ વધી ગયો છે. ટ્રાન્સફોર્મર તોડી નાંખવામાં આવે છે જેના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જતો હોવાથી ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખા મારવાનો વારો આવી પડે છે.

પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી તેમજ તસ્કરોને ઝડપી પાડી તેમની સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ચોરોથી હેરાન થયેલા લોકોની પોલીસ પેટ્રોલિંગ વધારાય તેવી માંગ

ઘરફોડ ચોરીના બનાવો બાદ હવે વાહનચોરોના ઉપદ્રવથી લોકો ત્રસ્ત

અન્ય સમાચારો પણ છે...