• Gujarati News
  • નવસારીનાઈટાળવા નજીક છોકરીની મશ્કરી કરવા બાબતે વિરોધ કરવા જતાં

નવસારીનાઈટાળવા નજીક છોકરીની મશ્કરી કરવા બાબતે વિરોધ કરવા જતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાઈટાળવા નજીક છોકરીની મશ્કરી કરવા બાબતે વિરોધ કરવા જતાં 40થી વધુ લોકોના ટોળાએ છોકરીના પરિવારને બાનમાં લીધા હતા. તેમને માર મારી સોનાની ચેઈનની લૂંટ ચલાવી જાતિ વિષયક અપશબ્દો કહી અપમાનિત કરવાની ઘટનામાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

નવસારીથી ગણદેવી તરફ જતાં રોડ ઉપર ઈટાળવા નજીકના વિસ્તારમાં ગણેશ વિસર્જનના દિવસે રાઠોડ પરિવારને 40થી 50 જણાંના ટોળાએ બાનમાં લીધાની ફરિયાદ થઈ છે. ઘટના સંદર્ભે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, 8મી સપ્ટેમ્બરના રોજ સાંજે 7.30 કલાકની આસપાસ વિશાલનગરમાં રહેતા આઠથી વધુ યુવાનોને પોતાની છોકરીની મશ્કરી કરવા બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાય ગયા હતા. શ્રીજીની પ્રતિમાના વિસર્જનના દિવસે વિશાલ નગરના યુવાને છોકરીની છેડતી કરી હતી. બાબતની જાણ તેની માતાને થતાં તેણે વિશાલનગરના યુવાનોને આવું નહીં કરવા સૂચના આપી હતી. જેથી વિશાલનગરમાં રહેતા પ્રિતેશ કાંતીભાઈ પટેલ, કિરણ સુરેશભાઈ પટેલ, જય ઉર્ફે જગુભાઈ સુરેશભાઈ પટેલ, કાંતીભાઈ, સુરેશભાઈ, રાકેશભાઈ વગેરે છોકરીના ઘરે પહોંચી ગયા હતા અને તેની માતા સહિત પરિવારના સભ્યોને મારઝૂડ કરી જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરવા લાગ્યા હતા.

ઘટના સંદર્ભે છોકરીની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં વિશાલનગરના કેટલાક યુવાનો તથા મોગાર ગામના 40થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટનામાં એટ્રોસિટી, લૂંટ, જાનથી મારી નાંખવાની ધમકી, રાયોટીંગ સહિતની કલમો નોંધી ફરિયાદ નોંધી હતી. વધુ તપાસ ડીવાયએસપી વી.જે.જાડેજાએ હાથ ધરી છે.

સોનાની ચેન તથા લૂઝ પણ લૂંટી ગયા

ઘટનાનીજાણ મોરા-મોગાર ગામના યુવાનોને થતાં ત્યાંથી પણ 40થી 50 લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને છોકરીના પરિવારજનોને બાનમાં લઈ ધમકાવવા લાગ્યા હતા. વધુમાં ટોળામાંથી કેટલાક લોકોએ છોકરીના પરિવારના સભ્યોની સોનાની ચેઈન તથા લૂઝ મળી કુલ રૂ.14,000ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ઈટાળવામાં ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ

મશ્કરી અંગે કહેતા ટોળાએ

પરિવારને બાનમાં લીધો

વિસર્જનના દિવસે રોજ છેડતી કરી