• Gujarati News
  • નવસારીમાં દેશભકિત ગાન સ્પર્ધા યોજાઈ

નવસારીમાં દેશભકિત ગાન સ્પર્ધા યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી મોઢ ઘાંચી પંચ વાડીમાં હિંદના દાદા દેશભકિત દાદાભાઈના માનમાં યોજાયેલ ૨૩મી ગાન સ્પર્ધાનું ધારાસભ્ય પિયુષ દેસાઇએ દીપ પ્રગટીકરણ કર્યું હતું.
પુરસ્કાર, ટ્રોફી અભિવાદન પત્રો વિતરણ સમારોહના મહેમાનપદેથી સામાજિક કાર્યકર અશોકભાઈ ધોરાજીયાએ સંબોેધન કર્યું હતું. સ્પર્ધાના નિણાર્યક પદે લલિત પટેલ અમલસાડ અને જયોતિ પટેલ ગણદેવીએ સેવા આપી હતી. ધર્મેશ કાપડિયાએ સંચાલન, ગુણવંત મોરાવાલાએ ઋણ સ્વીકાર, કન્વિનર પ્રા. જશુભાઈ નાયકે મહેમાનોનો પરિચય, કેરસી દેબુ-પોરસ-મિતલ દેસાઈએ સ્વાગત કર્યું હતું.
સ્પર્ધાના પરિણામોમાં પ્રાથમિક શાળા ક ાાએ મિશ્રાશાળા નં. ૬, ધો. ૬થી ૮મા આશ્રમશાળા ભકતાશ્રમ અને ધો. ૯થી ૧૨માં વિધાકુંજ હાઈસ્કૂલ પ્રથમ ક્રમે આવી હતી. આ સ્પર્ધામાં ૩૦ શાળા, ૨૧૦ વિધાર્થી અને ૬૦ સંગીતજ્ઞોએ ભાગ લીધો હતો.
નવસારીમાં દેશભકિત ગાન સ્પર્ધામાં વિજેતા ટીમ સાથે મહાનુભાવો.