• Gujarati News
  • વરસાદનાં વિરામ વરચે નવસારીમાં ગરમી સાથે બફારાનો અનુભવ

વરસાદનાં વિરામ વરચે નવસારીમાં ગરમી સાથે બફારાનો અનુભવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પંથકમાં ત્રણેક દિવસથી વરસાદના વિરામ વરચે ગરમીમાં વધારો થયો છે અને બફારાનો અનુભવ લોકો કરી રાા છે.
૧૬મી ઓગસ્ટ સુધી લગભગ દરરોજ ધીમી ગતિએ પણ વરસાદ નવસારી સહિત સમગ્ર જિલ્લામાં પડતો રાો હતો. જોકે ત્રણેક દિવસથી મેઘરાજાની મહદઅંશે વિરામ ફરમાવી રાા છે અને વાતાવરણમાં પણ પલટાવ આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ પડયો નથી. વરસાદની ગેરહાજરીમાં ખાસ કરીને તાપમાનમાં વધારો થયો છે. ગઈકાલે મંગળવારે બપોરે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું. આજે બુધવારે તેમાં પણ દોઢ ડિગ્રીનો વધારો થયો હતો અને પારો બપોરે ૩૩.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. સવારે લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૬ ટકા અને બપોરે ૭૦ ટકા રાું હતું. પવન ખૂબ જ ઓછો હતો. સવારથી બપોર સુધીમાં સરેરાશ ૪.૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દિ ાણ-પિશ્ચમ દિશાએ રાો હતો. તાપમાનમાં વધારો, ભેજ પણ વધુ અને પવન ઓછો રહેતા લોકો ગરમી સાથે બફારાનો અનુભવ પણ છેલ્લા બે દિવસથી કરી રાા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં હાલ વરસાદે વિરામ ફરમાવ્યો છે. જોકે આજદિન સુધીમાં મોસમનો કુલ વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં ૮૯૫ મિ.મી., જલાલપોરમાં ૯૭૪ મિ.મી., ગણદેવીમાં ૧૧૬૫ મિ.મી., ચીખલીમાં ૧૦૨૫ મિ.મી., ખેરગામમાં ૧૧૯૨ મિ.મી. અને વાંસદામાં ૧૦૬૮ મિ.મી. નોંધાયો છેે.