• Gujarati News
  • નવસારી કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક પરિસંવાદ યોજાયો

નવસારી કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક પરિસંવાદ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજમાં78 ટકા વસતિ ગામડામાં રહે છે અને તે પૈકી 63 ટકા પરિવારની માસિક આવક માત્ર 7500 રૂપિયા છે. આવા આર્થિક રીતે નબળા કુટુંબના વિદ્યાર્થીઓને તેમના વિદ્યાસહાયના ભાગરૂપે કોથમડીના યુ.કે. સ્થિત દાતા પી.યુ.પટેલ પુરસ્કૃત રૂ.80 હજારના શૈક્ષણિક કિટસના વિતરણ સાથે આર્થિક રીતે નબળા કુટુંબના બાળકો પરિસ્થિતિમાં ઘરકામ, ખેતીકામ, પશુપાલન જેવા વારસાગત વ્યવસાયની નાની મોટી કામગીરીમાં સહભાગી બની શિક્ષણક્ષેત્રે તેજસ્વીતા કેવી રીતે વિકસાવી શકાય તેના વાસ્તવિકતા અનુરૂપ શિક્ષણના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગણદેવી તાલુકા સહકારી સંઘના ચેરમેન ગોવિંદભાઈની અધ્યક્ષતામાં આયોજિત શિક્ષણ વિકાસના કાર્યક્રમનું ઉદઘાટન વિજલપોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કૃષિ કોલેજના પૂર્વ આચાર્ય ડો.સી.એલ.પટેલ, પેથાણ હાઈસ્કૂલના આચાર્ય નાનુભાઈ પટેલ દ્વારા હાજર વિદ્યાર્થીઓની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શૈક્ષણિક માર્ગદર્શન આપી મધ્યવિભાગ કોળીસમાજ, નવસારી ઉત્તર વિભાગ કોળીસમાજના પ્રમુખ અને મહિલા મંડળ તથા યુવક મંડળના પ્રમુખના હસ્તે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પુરસ્કૃત શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું.

કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટના પ્રમુખ ડો.રમણભાઈ પટેલે અમૃતભાઈ કોળીનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો.