તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેવસર પાસે ઝેરી પદાર્થ ખાવાથી બે ગાયના મોત, એક ગંભીર

દેવસર પાસે ઝેરી પદાર્થ ખાવાથી બે ગાયના મોત, એક ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા: બીલીમોરા-ગણદેવીરોડ ઉપર દેવસર પાસે બે ગાયોની ઝેરી પદાર્થ ખાવાથી મૃત્યુ થયા છે. ત્રીજી ગાય પણ તરફડી રહી હતી, જેને ડોકટરો સારવાર આપી રહ્યા છે પરંતુ તે પણ ગંભીર છે. બનાવની જાણ થતા પશુપ્રેમીઓ બનાવના સ્થળે આવી મૃત ગાયોના મૃતદેહનો નિકાલ કરવાની તજવીજ કરી હતી. ગણદેવી પશુ દવાખાનાના ડો. કમલેશભાઈ મહેતાના જણાવ્યાનુસાર ગાયો ચરવા ગઈ હશે ત્યાં કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે ગાયોના મોત થયા હશે.