15 હેકટરનું અદભૂત જાનકીવન પ્રજાને સમર્પિત

રવિવારેરાજયના ૬૬ માં વન મહોત્સવના ભાગરૂપે વાંસદા તાલુકાના ભિનાર ખાતે બહુ આયામી જાનકી વનનું લોક સમર્પણ કરતા...

DivyaBhaskar News Network | Updated - Aug 03, 2015, 06:40 AM
15 હેકટરનું અદભૂત જાનકીવન પ્રજાને સમર્પિત
રવિવારેરાજયના ૬૬ માં વન મહોત્સવના ભાગરૂપે વાંસદા તાલુકાના ભિનાર ખાતે બહુ આયામી જાનકી વનનું લોક સમર્પણ કરતા પર્યાવરણની સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, કૂપોષણમુકત શૈશવ, કિસાનોનું સર્વતોમુખી કલ્યાણ, વનબંધુ સનદ ધારકોના વિકાસ અને તંદુરસ્ત ગ્રામીણ સમાજ રચનાની વિભાવનાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મકકમ નિર્ધાર પ્રગટ કર્યો હતો.તેમણે ૬૬માં રાજય વન મહોત્સવની દબદબાભેર ઉજવણીના ભાગરૂપે ૧પ.૬૬ હેકટર વિસ્તારમાં પથરાયેલા રાજયનું ૧૨મું સાંસ્કતિક વન જાનકી વન પ્રજાને સમર્પિત કયુ હતું. નવસારી જિલ્લાના વાંસદા નજીક વન્ય સમૃધ્ધિથી સભર ચીખલી-સાપુતારા રાજય ધોરીમાર્ગ પર સાકાર થયેલું આકર્ષક વન તેના વિવિધ પ્રકારના જંગલો, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ટ્રાયબલ હટ, બાલવાટિકા સહિતના આકર્ષણો વડે સુશોભિત બન્યું છે.

વન મહોત્સવની ઉજવણીના વાંસદા સ્થિત શાનદાર સમારોહમાં ઉપસ્થિત હજ્જારોની જનમેદનીને પ્રેરક સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જંગલની જમીન ખેડવાની સનદ જે વનવાસી કષકોને આપવામાં આવી છે. જે ખેડૂતને જમીનની સનદ મળી છે તેને સનદમાં નામ દાખલ કરવા, વારસાઇ કરવા તથા બેંક લોનના લાભ મળે તે માટે મહત્વની નીતિ ટૂંક સમયમાં રાજય સરકાર જાહેર કરશે, તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, જાનકી વન આગામી બે ત્રણ વર્ષમાં માર્ગેથી પસાર થતા સહેલાણીઓ માટે નવા આકર્ષક પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે. વન વિસ્તારમાં ઉછરતા સેંકડો ઔષધિયુકત વૃક્ષો વિશે નાગરિકોને જાણકારી આપતાં અહીંના ઔષધવનથી પ્રજાના સ્વાસ્થ્યની નૂતન દિશા મળશે.

મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાના ભૂંલકાઓને કુપોષણમાંથી બહાર લાવવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની દોરવણી હેઠળ જિલ્લાના અધિકારીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા અતિકુપોષિત બાળકો માટેના માનવીય પ્રોજેકટને બિરદાવ્યો હતો.

તેમણે ગણેશજીની ઇકો ફેન્ડલી પ્રતિમાના નિર્માણ પર ભાર મૂકતા ગણદેવી તાલુકાની મહિલાઓએ ઉપાડેલા ઇકો ફેન્ડલી ગણેશજીના પ્રોજેકટને બિરદાવ્યો હતો. વાંસદા તાલુકાની મહિલાઓ દ્વારા ઘરોમાં શૌચાલય નિર્માણ કરવાના સંકલ્પની પ્રશંસા કરી હતી.

વનમંત્રી મંગુભાઇ પટેલે જણાવ્યું કે, આદિજાતિ બહુલ વાંસદા તાલુકામાં ૨૭૧૪૪ બાળકોને દરરોજ રૂા.૨.૪૦ લાખના ખર્ચે આવરી લઇને ક્ષેત્રને કુપોષણમાંથી મુકિત અપાવવાનું અભિયાન સરકારે ઉપાડી લીધું છે. રાજય વન અને પર્યાવરણ મંત્રી બચુભાઇ ખાબડે પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. માછીયાવાસણ ગામની સખીમંડળની ૨પ મહિલાઓએ ઇકો ફેન્ડલી ગણેશ સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો. જાનકી વનમા મુખ્યમંત્રીએ ઇકો ફેન્ડલી ગણેશના સ્ટોલની મુલાકાત લઇ મહિલાઓ સાથે પ્રશસંનીય કામગીરી બાબતે ચર્ચા કરી હતી. તેમણે વાંસદા તાલુકાની ૧૮૩ પ્રાથમિક શાળાના બાળકોને રૂા.૪.પ૦ લાખના ખર્ચે નાગલી બિસ્કીટ આપવાના પ્રોજેકટનો પણ શુભારંભ કરાવ્યો હતો.

ઉનાઈ માતાજી ના દર્શન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વન મંત્રી મંગુભાઈ પટેલે પૂજા કરી હતી, તેમજ બીજી તસવીરમાં નયન રમ્ય બનાવેલા જાનકીવનને ખુલ્લું મૂકાયું હતું.

2.34 કરોડના ખર્ચે ઉનાઈમાં વિકાસ કામો….

વાંસદાનજીકના ઉનાઈમાં પવિત્ર યાત્રાધામ આવેલું છે. ઉનાઈ યાત્રાધામમાં અંદાજે 2.34 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવશે. વિકાસ કામોમાં પ્રવેશદ્વાર, પાર્કિંગ એરિયા, મુખ્યકુંડનું નવિનીકરણ, કંપાઉન્ડ વોલ, પાથ-વે, લાઈટિંગ, અંડરગ્રાઉન્ડ વોટરટેન્ક, સ્રી પુરૂષો માટે વોશરૂમ વગેરેનો સમાવેશ થાય છે. કામોથી યાત્રાળુઓ માટે સુવિધા વધશે.

વ્યારા સુગરના સભાસદોને પેકેજ…

દક્ષિણગુજરાતના વ્યારામાં આવેલી સુગર ફેક્ટરી ફડચામાં જતા સભાસદોને સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. સભાસદોને પાંચ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાતના ભાગરૂપે આજે રવિવારે ટોકનરૂપે પાંચ સભાસદોને સહાયના ચેકો આપવામાં આવ્યા હતા. કુલ 23 હજાર સભાસદોને પેકેજનો લાભ મળશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

એક કરતા વધુ કૃષિ ઉપકરણોની સહાય અપાશે…

મુખ્યમંત્રીઆનંદીબેન પટેલે કૃષિ ઉપકરણોની સહાય અંગે નવીન જાહેરાત આજે વાંસદામાં કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધી કૃષિ ઉપકરણોની સહાય માટે રજિસ્ટ્રેશન કરાવનારા કિસાનોને કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સરકાર દ્વારા અપાતા એક કૃષિ ઉપકરણને બદલે હવે બે કે ત્રણ કૃષિ ઉપકરણ આપવાનો નિર્ણય કરાયો છે. માટે કૃષકો જેટલા કૃષિ ઓજારો માટેનું રજિસ્ટ્રેશન કરાવશે, તે મુજબ ઉપકરણ સહાય અપાશે.

પ્રવાસનને વેગ| વાંસદાના ભીનારમાં બનેલા રાજ્યના 12માં સાંસ્કૃતિક વનને લોક સમર્પિત કરતાં મુખ્યમંત્રી

વાંસદામાં રાજ્યકક્ષાનો વનમહોત્સવનો મુખ્ય સમારોહ, તાલુકાના 27000 બાળકોને નાગલીની બિસ્કીટ અપાશે

15 હેકટરનું અદભૂત જાનકીવન પ્રજાને સમર્પિત
X
15 હેકટરનું અદભૂત જાનકીવન પ્રજાને સમર્પિત
15 હેકટરનું અદભૂત જાનકીવન પ્રજાને સમર્પિત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App